અમદાવાદ ગ્રામ્યના શિક્ષણકર્મીઓએ રક્તદાન કર્યુ

શિક્ષણ સહાયકોના જીવનની નવી ઇનિંગ-ભાવિ પેઢીના ચારિત્ર્ય ઘડતર માટે ઉમદાકાર્ય થકી કરી શરૂઆત
રાજ્ય સરકારની ફેશલેસ અને પેપરલેસચયન-પસંદગી ગુણવત્તાના ઘોરણે કરીને ટૂંકા ગાળામાં રાજ્ય સરકારને 2938 શિક્ષણ સહાયકો મળ્યા છે.અમદાવાદ જિલ્લામાં પણ નવા 146 શિક્ષણ સહાયકોનું માનવબળ ઉમેરાયુ છે.
શિક્ષકની કામગીરીને નોબલ પ્રોફેશન તરીકે ગણવામાં આવે છે. આ વ્યવસાય મની મેકિંગ નહીં પરંતુ સમાજના ઉચ્ચ સંસ્કારયુક્ત ચારિત્ર્યના ભાવિ પેઢીનું ઘડતર કરવાનું ઉત્તમ સેવાદાયિત્વ પૂરૂ પાડે છે.
અમદાવાદ જિલ્લાના 146 શિક્ષણ સહાયકો જ્યારે આ નોબલ પ્રોફેશનમાં પ્રવેશીને નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહ્યા હોય ત્યારે જિલ્લા અને રાજ્યને આ યુવા બ્રિગેડથી આશાઓ વધી જાય છે.
અમદાવાદ જિલ્લામાં શિક્ષણ સહાયક તરીકે જોડાઇને નવનિયુક્ત શિક્ષકોએ રક્તદાન કરીને ઉમદાકાર્યની શરૂઆત કરી હતી.અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણઅધિકારી શ્રી આર.આર. વ્યાસ સહીત 6 શિક્ષણકર્મીઓએ કાલે રક્તદાન કર્યુ હતુ.
રાજ્યના શિક્ષણ યજ્ઞમાં વિદ્યાદાન કરવા પ્રવેશનાર નવનિયુક્ત શિક્ષકોએ રક્તદાન કરીને પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં રક્તનું મહ્તવ સમજાવ્યું હતુ.
આ રક્તદાન કરીને નવનિયુક્ત યુવા શિક્ષકોએ રાષ્ટ્રનિર્માણમાં જરૂરી તમામ પડકારો ઝીલવા સજ્જ હોવાનુઅને ભાવિ પેઢીના ઘડતર માટે ઉમદા સેવાદિયત્વ પૂરી નિષ્ઠાથી નિભાવવાનો સકારાત્મક સંદેશો આપ્યો હતો.
અમદાવાદ જિલ્લાના દેત્રોજ સ્થિત સરાકારી શાળામાં નવનિયુક્ત શિક્ષક શ્રી નિલેશભાઇ મકવાણાએ જણાવ્યું કે,એક લોહીં બીજા લોહીંના કામે આવે,મારા રક્ત થકી જરૂરિયાતમંદનો જીવ બચે, રાજ્ય સરકારે જ્યારે માનવસેવાનો યજ્ઞ આદર્યો હોય ત્યારે તેમાં રક્તદાન થકી લોકસેવામાં જોડાવવાના શુભ આશયથી મેં રક્તદાન કર્યું. અગાઉ હું ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.
રાજ્ય સરકારમાં જોડાવવાની વર્ષોથી ઝંખના સેવી રહ્યો હતો. જેમાં કાલે મને સફળતા મળી છે.જેના હર્ષની લાગણી સ્વરૂપ અને સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ અને નવીન જવાબદારી નિભાવવા અને પ્રવર્તમાન સ્થિતિમાં રક્તનું મહ્તવ સમજીને જ મેં કાલે રક્તદાન કર્યું છે.