અભિનેતા સોનુ સુદને ઈન્ડસ્ટ્રીમાં ૧૯ વર્ષ પુરા થયા
જ્યારે હું લોકોના ચહેરા પર સ્મિત લાવુ છું ત્યારે મને લાગે છે કે આ મારી અત્યારસુધીની મોટી ઉપલબ્ધિ છે
મુંબઈ: સોનુ સૂદ એક એવું નામ જેને કોઈ ઓળખાણની જરૂર નથી. બોલિવુડના અદ્દભુત અને ફિટ એક્ટરમાંથી એક સોનુ સૂદનું નામ આજે નાનું બાળક પણ જાણે છે. કોરોના મહામારી શરુ થઈ ત્યારથી તે સતત દેશના લોકોની સેવામાં લાગી ગયો છે. દેશવ્યાપી લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને ઘરે પહોંડવાનું કામ હોય, કોરોનાના દર્દીઓ માટે બેડ તેમજ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવાનું હોય કે પછી મહામારીમાં બેરોજગાર બનેલા યુવાનોને નોકરી મેળવવામાં મદદ સોનુ સૂદે મદદ માટે પોકાર કરનાર એક પણ વ્યક્તિને નિરાશ કરી નથી.
સોનુ સૂદે એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો તેને હાલમાં જ ૧૯ વર્ષ પૂરા થયા છે. તેણે ફિલ્મ શહીદ-એ-આઝમથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ઈન્ડસ્ટ્રીમાં ૧૯ વર્ષ પૂરા થતાં વાતચીત કરતાં સોનુ સૂદે કહ્યું કે, મને મારા જીવનની યોગ્ય ભૂમિકા શોધવામાં ૧૯ વર્ષ જતા રહ્યા, આજે જે હું કરી રહ્યો છું અને મને ખુશી છે કે અસલી ફિલ્મના ડિરેક્ટર તો ભગવાન છે. આજે, જ્યારે હું લોકોના ચહેરા પર સ્મિત લાવુ છું ત્યારે મને લાગે છે
તે મારી અત્યારસુધીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. હું જે ભજવવા માગતો હતો તે અસલી રોલ સાથે મને સાંકળવા માટે હું ભગવાનનો આભાર માનવા માગુ છું. એક્ટરનું કહેવું હતું કે, કામના મામલે પણ સમય આટલો ઝડપથી પસાર થઈ ગયો અને ખબર પણ ન પડી. મારી પહેલી ફિલ્મ શહીદ-એ-આઝમ’ની રિલીઝને ૧૯ વર્ષ થઈ ચૂક્યા છે. સમય કેવી રીતે પસાર થાય છે. આ આજે પણ પહેલા દિવસની જેમ લાગે છે જ્યારે મેં બેગમાં મારી ઘણી તસવીરો લઈને મુંબઈમાં પ્રવેશ કર્યો હતો અને એક ઓફિસથી બીજી ઓફિસ જવાનો સંઘર્ષ શરુ થયો હતો.
મને હજી પણ લાગે છે સંઘર્ષ યથાવત્ છે’, તેમ તેણે કહ્યું. સોનુ સૂદના પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, તેની પાસે ફિલ્મ ‘પૃથ્વીરાજ’ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર લીડ રોલમાં છે. આ ફિલ્મના ટાઈટલને લઈને ખૂબ વિવાદ થઈ રહ્યો છે. કરણી સેનાએ ફિલ્મનું ટાઈટલ બદલાની માગણી કરી છે અને જાે તેમ ન થયું તો ‘પદ્માવત’ વખતે સંજય લીલા ભણસાલીની જે સ્થિતિ કરી હતી તેવું આ ફિલ્મના મેકર્સ સાથે પણ કરવાની ધમકી આપી છે.