Western Times News

Gujarati News

ધો.૧૦ના માર્કશીટનો આવતા અઠવાડિયે ર્નિણય, ૧૨ સભ્યોની કમિટી અને ત્રણ ફોર્મ્યુલા પર ચર્ચા

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે ર્નિણય કરવામાં આવ્યો છે. જેમાં માસ પ્રમોશન બાદ વિદ્યાર્થી, વાલીઓ અને સંચાલકોને મૂંઝવતો પ્રશ્ન છે પરિણામ અને પ્રવેશનો. આગળ અભ્યાસ માટે કેવી રીતે પરિણામ મળશે અને કેવી રીતે પ્રવેશ મળશે તે પ્રશ્ન સૌ કોઇને સતાવી રહ્યો છે. ત્યારે ધોરણ ૧૦ના પરિણામ માટે સરકાર દ્વારા અલગ અલગ વિભાગના ૧૨ લોકોનો સમાવેશ કરી કમિટી તૈયાર કરવામાં આવી છે. જે કમિટી દ્વારા પરિણામ અંગે ર્નિણય લેવામાં આવશે અને આગામી એક સપ્તાહમાં પરિણામ અંગે ર્નિણય જાહેર કરવામાં આવશે.

રાજકોટ ભરાડ સ્કૂલના સંચાલક અને ગુજરાત ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ ડો.જતીન ભરાડનો પણ ધોરણ ૧૦ની પરિણામ તૈયાર કરવાની કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જતીન ભરાડે ડ્ઢૈદૃઅટ્ઠ મ્રટ્ઠજાટ્ઠિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને પરિણામ ક્યાં આધારે તૈયાર કરવા તે માટે ૧૨ લોકોની કમિટી તૈયાર કરવામાં આવી છે. જેમા ૨થી ૩ જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ બોર્ડના ૨ સભ્યો, શાળા સંચાલકમાંથી તેઓની પોતાની મળી કુલ ૧૨ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી એક સપ્તાહમાં વિદ્યાર્થીઓને પરિણામ અંગે ર્નિણય જાહેર કરવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ત્રણ ફોર્મ્યુલાના આધારે પરિણામ તૈયાર કરવા ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જેમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે છેલ્લા ૩ વર્ષના પરિણામની સરેરાશ કાઢી પરિણામ આપવું. બીજી ફોર્મ્યુલા એ કે એકમ કસોટી મુજબ પરિણામ આપવું કે કેમ એ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ ધોરણ ૯માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને એકમ કસોટીમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. માટે પરિણામ કયા આધારે તૈયાર કરવા તે અંગે ચોક્કસ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.

ધોરણ ૧૨માં પણ ગઇકાલે ૬ લાખ ૯૩ હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવતા જણાવ્યું હતું કે, ધોરણ ૧૦ બાદ ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે પણ પરિણામ અંગે ર્નિણય કરવામાં આવશે. જાેકે પરિણામ બાદ પણ પ્રવેશ માટે મુશ્કેલી ચોક્કસ સર્જાય તેવી પરિસ્થિતિ જાેવામાં આવી રહી છે. જેમાં તમામ ફિલ્ડમાં બેઠક વધારવી પડે તે વાત ખૂબ જ આવશ્યક છે. જેમાં સૌથી વધુ આવશ્યકતા મેડિકલ અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં જાેવા મળી રહી છે.ભૂતકાળમાં વર્ષ ૨૦૦૧માં કચ્છ વિસ્તારમાં આવેલા ભૂકંપ સમયે કચ્છ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પ્રમોશન અંગે ર્નિણય કરવામાં આવ્યો હતો. જેમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેમની ૨ માસ પાછળ પરીક્ષા લેવામાં આવી હતી અને બાકીના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.