મલાઈકા મને ખૂબ સારી રીતે સમજે છે : અર્જુન કપૂર
મુંબઈ: હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મની સફળતાને માણી રહેલા અર્જુન કપૂરે તેની લેડી લવ અને એક્ટ્રેલ મલાઈકા અરોરા વિશે વાત કરી છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા ૩ વર્ષથી રિલેશનશિપમાં છે, જાે કે બંનેમાંથી કોઈએ પણ આ વાત સ્વીકારી નથી. પરંતુ તેઓ સાથે ડિનર-લંચ લેતા તેમજે હાથમાં હાથ પરોવીને હેંગઆઉટ કરતાં જાેવા મળે છે. અર્જુન કપૂરને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, તે કઈ વ્યક્તિ છે જે તેને ખૂબ સારી રીતે જાણે છે. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર અર્જુન કપૂરે મલાઈકાનું નામ લીધું હતું.
અર્જુન કપૂરે કહ્યું કે, મલાઈકા તેને અંદરથી અને બહારથી પણ સારી રીતે સમજે છે. તેણે ઉમેર્યું કે, જાે તે મલાઈકાથી કોઈ વાત છુપાવતો હોય તો તેને સરળતાથી જાણ થઈ જાય છે, તે પછી પોતે ખરાબ મૂડમાં હોય કે સારા મૂડમાં. અગાઉ એક ઈન્ટરવ્યૂમાં મલાઈકા સાથેના પોતાના સંબંધ વિશે વાત કરતાં અર્જુન કપૂરે કહ્યું હતું કે, હું રિલેશનશીપમાં એક સન્માનનીય મર્યાદા રાખું છું અને પાર્ટનરને પણ સંપૂર્ણ માન આપું છું.
હું મારી પર્સનલ લાઈફ વિશે વધારે બોલી ના જાઉં તે માટે સતર્ક રહું છું કારણકે તમારા પાર્ટનરની સીમાઓને પણ મહત્વનું આપવું જરૂરી છે કેમ કે તેમની સાથે પણ એક ભૂતકાળ જાેડાયેલા હોય છે. ક્યારેક કેટલીક બાબતો મુક્તપણે બહાર આવી જાય છે પરંતુ તે હંમેશા યોગ્ય નથી હોતું કારણકે તેના લીધે પાર્ટનરના બાળક પર પણ અસર પડે છે. મલાઈકા સાથે લગ્ન કરવા અંગેના સવાલ પર અર્જુને કહ્યું હતું કે, અત્યારે એવું કોઈ જ પ્લાનિંગ નથી
પરંતુ મેં હંમેશા કહ્યું છે તેમ કે હું આ વાત છુપાવીશ નહીં. અર્જુન કપૂરે હાલમાં જ બાંદ્રામાં સ્કાય વિલા એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જે મલાઈકાના ઘરની બાજુમાં છે. સી-ફેસિંગ ફોર બીએચકેના માલિક બનવા માટે એક્ટરે આશરે ૨૦થી ૨૩ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અર્જુન જ્હોન અબ્રાહમ, દિશા પાટની અને તારા સુતારિયા સાથે ‘એક વિલન ૨’માં જાેવા મળશે. આ સિવાય તેની પાસે સૈફ અલી ખાન, જેક્લિન ફનાર્ન્ડિઝ અને યામી ગૌતમ સાથેની ફિલ્મ ‘ભૂત પોલીસ’ પણ છે.