અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મેળામાં 8મીથી થશે વિધિવત પ્રારંભ
અંબાજી:પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમના સાત દિવસીય મહામેળાનો તા.8 મી સપ્ટેમ્બરથી વિધિવત પ્રારંભ થવાનો છે. ત્યારે આ મિનિકુંભમાં આવતા લાખો માઇભક્તોને વિવિધ સુવિધારો ઉપલબ્ધ બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં માં ના ધામ સ્વચ્છતા હેતું જિલ્લા કલેકટર દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
જેમાં અંબાજીમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળતા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારવામાં આવી છે. બનાસકાંઠા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગંલેએ જગ વિખ્યાત ભાદરવી પુનમના મહામેળાને રંગે ચગે યોજવા માટે જરૃરી વ્યવસ્થાઓ ગોઠવવામાં અવાી રહી છે. અને અધિકારીઓને જરૃરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જોકે અંબાજી ખાતે સ્વચ્છતા કેવી રીતે જાળવવામાં આવે તે માટે કલેકટરે અચાનક જ અંબાજીની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી અને 8 નંબર સહિત વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.