Western Times News

Gujarati News

મેટમાં કરોડો રૂપિયાના કામ બારોબાર મંજૂર: મ્યુનિ.કોંગ્રેસ પક્ષનો વોકઆઉટ 

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન સત્તાધીશો દ્વારા મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (મેટ)ની ૨૨ મહિના બાદ મંગળવારે ગવ‹નગ બોડીની બેઠક મળી હતી. તે અગાઉ ૧૪ એક્ઝીક્યુટીવ કમિટીની બેઠકો મળી હતી. જેમાં કરોડો રૂપિયાના ૧૯૭ કામો મંજુર કરવામાં આવ્યા હતાં. આ તમામ કામોની કોઈપણ વિગતો વિપક્ષના નેતાને અપાઈ નહતી સાથે કરોડો રૂપિયાના કામો બરોબર ગર્વનિંગ બોડીની બેઠકમાં મુકવામાં આવ્યાં હતાં. મ્યુનિ.સત્તાધીશો દ્વારા આ કામોની ફાઈલો છુપાવવામાં આવી રહી છે. આથી, આ બેઠકના તમામ કામોનો વિરોધ નોંધાવી કોંગ્રેસ પક્ષે વોકઆઉટ કર્યું હતું.

મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માએ વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૨૦૦૮માં મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની રચના કરાઈ હતી. વી.એસ.હોસ્પિટલના સંચાલનમાંથી દાતા ટ્રસ્ટીઓનો એકડો કાઢી નાંખવા માટે મેટની રચના કરાઈ હતી પછી આખી વી.એસ.હોસ્પિટલ બંધ કરી દેવા કારસો રચી દીધો હતો. મેટના નેજા હેઠળ ૭૫૦ કરોડનો ખર્ચ કરી વી.એસ.હોસ્પિટલ બનાવી હતી. આ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા માટે મેટમાં ધડાધડ ૧૯૭ કામો મંજુર કરાયા છે પણ આ કામોને ગર્વનિંગ બોડીમાં મંજુર કરાવવા માટે ૨૦ મહિના પછી બેઠક બોલાવી છે. જે વિવાદાસ્પદ છે. મંગળવારે બેઠક બોલાવી હતી. જેમાં એજન્ડા ઉપર વિવાદી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. એજન્ડામાં  એસવીપી હોસ્પિટલનાં આરસીસી સહિત અન્ય કામમાં મુદ્દત વધારાની દરખાસ્ત મુકાઈ છે.

જેમાં કામની મુદ્દત તા.૧૫-૭-૧૬ સુધી વધારા માટે મુકાઈ છે. આ મુદ્દત વધારાની દરખાસ્ત ત્રણ વર્ષ પછી લાવવામાં આવી છે. મેટ દ્વારા કરોડો રૂપિયાનો બરોબર વધારો કરાયો છે તેનો વિરોધ છે. ૨૦૧૭-૧૮નો ઓડિટ રિપોર્ટ આપ્યા વિના જ મંજુર માટે મુક્યો છે તે વધારો કરાયો છે. ૨૦૧૭-૧૮નો ઓડિટ રિપોર્ટ આપ્યા વિના જ મંજૂર માટે મુકાયો છે તે વિવાદી છે. સાથે અચાનક ડીસીપ્લિનરી પોલિસીની દરખાસ્ત મૂકી છે પણ વિગતો આપી નથી જેનો અમે વિરોધ કરીએ છીએ. માત્ર ગણતરીની મિનિટોમાં ૧૯૭ કામો મુકાય તે અભ્યાસ કેવી રીતે થઈ શકે. આ તમામ કામોમાં કૌભાંડ છુપાવવા માટે માહિતી છુપાવવા આવી રહી છે. જેથી અમારો ઉગ્ર વિરોધ છે. આ પ્રકારે ટ્રસ્ટી નહીં પણ પ્રજાના રૂપિયા વેડફવાની ત્રાસ દાયક પ્રવૃત્તિ મેટમાં ચાલી રહી છે તે તંદુરસ્ત અને પારદર્શી વહીવટ માટે જોખમી છે.

પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ એક્ટ હેઠળ મીટીંગના સાત દિવસ અગાઉ એજન્ડા ઉપર મુકેલ તમામે તમામ કામની વિગતવાર માહિતી આપવી ફરજીયાત  છે. પરંતુ તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તે અંગે અમે અ.મ્યુ.કો.મેટનાં ચેરમેન કમિશ્નરને અગાઉથી પત્ર લખીને જાણ કરી કે મીટીંદ રદ કરી તમામે તમામ કામની વિગતવાર માહિતી આપી પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ એક્ટ પ્રમાણે મીટીંગ બોલાવવા માંગણી કરેલ છે. પરંતુ જે રીતે મીટીંગ કરવામાં આવી હતી તે પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ એક્ટની વિરૂદ્ધ છે. તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમાં પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ એક્ટની જાગવાઈઓનું પાલન નથી થયું અને તેને લઇને અમે સત્તાની રૂએ અ.મ્યુ.કો. મેટનાં ચેરમેન કમિશ્નરની વિરૂદ્ધમાં કમિશ્નરને ફરિયાદ કરીશું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.