Western Times News

Gujarati News

IPLની બાકીની મેચ ૩૦ ટકા દર્શકો સાથે રમાઈ શકે છે

મુંબઇ: ક્રિકેટ ચાહકો માટે ખુબ સારા સમાચાર સામે આવી રહ્યા છે. હકિકતમાં યુએઈમાં આઈપીએલની બાકીની ૩૧ મેચોનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે મે મહિનામાં કોરોના વાયરસ (કોવિડ ૧૯) ના વધતા જતા કેસોને કારણે બીસીસીઆઈને ટૂર્નામેન્ટને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવી પડી હતી.

એવા અહેવાલો છે કે આઈપીએલ ૧૮ અથવા ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે, જે ફક્ત ૨૫ દિવસ ચાલશે. આ દરમિયાન ૮ ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) હોઈ શકે છે. આઈપીએલ ટૂર્નામેન્ટની ફાઈનલ ૯ અથવા ૧૦ ઓક્ટોબરના રોજ યોજાઈ શકે છે. તમને જણાવી દઈએ કે બીસીસીઆઈ આઈપીએલના સફળ સંગઠન માટે ખૂબ જ મહેનત કરી રહી છે.

ગલ્ફ ન્યૂઝ અનુસાર, આઈપીએલની મેચ જાેવા માટે દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળી શકે છે. આ મામલે બીસીસીઆઈ અને અમીરાત ક્રિકેટ બોર્ડ વચ્ચે ચર્ચા થઈ છે. આઈપીએલ ૨૦૨૧ ની બાકીની ૩૧ મેચ યુએઈના ત્રણ શહેરો દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. મળતી માહિતી અનુસાર દુબઈ સ્પોર્ટ્‌સ કાઉન્સિલે સ્ટેડિયમમાં ૩૦% દર્શકોને આવવાની મંજૂરી આપી દીધી છે. યુએઈમાં લગભગ ૭૦ ટકા વસ્તીને કોરોના સામે રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં આઈપીએલ દરમિયાન દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળી શકે છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના પ્રમુખ સૌરવ ગાંગુલી યુએઈમાં છે. બીસીસીઆઈની ટીમ આગામી ત્રણ-ચાર દિવસમાં યુએઈનાં ત્રણ શહેરો દુબઈ, અબુ ધાબી અને શારજાહનાં સ્થળોની મુલાકાત લેશે. ટૂર્નામેન્ટના સફળ સંચાલન માટે તમામ જરૂરી ચીજાે ગોઠવાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.