Western Times News

Gujarati News

ડોક્ટર્સને માત્ર કોરોનાથી જ નહી પણ ભાજપ સરકારની ર્નિદયતાથી બચાવવાની જરૂરઃ રાહુલ ગાંધી

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરમાં, હજારો લોકોએ જીવ ગુમાવ્યો અને લાખો લોકો સંક્રમણની ઝપટમાં આવી ગયા. કોરોના મહામારીનાં આ યુગમાં, લોકોની સારવાર કરતા ડોકટરોનું જીવન પણ સુરક્ષિત નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શેર કરવામાં આવેલી તાજેતરની રિપોર્ટ મુજબ, દેશમાં કોરોનાની બીજી લહેરમાં ૬૨૪ ડોકટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેના પર આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તબીબોનાં મોતને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને લખ્યું છે કે, ડોકટરોને માત્ર કોરોના વાયરસથી બચવાની જરૂર નથી, પણ ભાજપ સરકારની ર્નિદયતાથી પણ બચાવવાની જરૂર છે, ડોકટરોને બચાવવાનાં છે. આઈએમએનાં રિપોર્ટ અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ ૧૦૯ ડોકટરો મૃત્યુ પામ્યા છે.

બીજી બાજુ, જાે આપણે કોરોનાની બંને લહેરો વિશે વાત કરીએ, તો દેશમાં ૧૩૬૨ ડોકટરોએ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લી કોરોનાની લહેરમાં, દેશમાં ૭૪૮ ડોકટરોનાં મોત નીપજ્યાં છે. બીજી લહેરમાં, દિલ્હી પછી સૌથી વધુ મોત બિહારમાં ૯૬, ઉત્તર પ્રદેશમાં ૭૯, રાજસ્થાનમાં ૪૩, આધ્ર પ્રદેશમાં ૩૪ થઇ છે. બીજી લહેરમાં મૃત્યુ પામેલા મોટાભાગનાં ડોકટરો ૩૦ થી ૫૫ વર્ષની ઉંમરનાં હતા. તેમાં રેસિડેન્ટ ડોક્ટર, ઇન્ટર્નશીપ ડોક્ટર પણ સામેલ છે. એટલું જ નહીં, કેટલાક ગર્ભવતી મહિલા ડોકટરોનું પણ કોરોનાની બીજી લહેરમાં મોત નીપજ્યું છે.

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં મોટી ત્રાસદી કરી છે. રોજ મોટી સંખ્યામાં મોત નોંધાયા હતા. આ દરમિયાન, વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકે છે, જે બાળકોને સૌથી વધુ અસર કરશે. દરમિયાન, આંકડા દર્શાવે છે કે એપ્રિલથી મે ૨૦૨૧ દરમિયાન દેશનાં માત્ર ૨ રાજ્યોમાં ૯૦ હજાર બાળકો કોરોનાથી પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં, સવાલ ઉભા થવા લાગ્યા છે કે જ્યારે માત્ર ૨ રાજ્યોમાં ૯૦ હજાર બાળકોને સંક્રમણ લાગ્યુ છે, તો પછી સમગ્ર દેશનું શું થશે? શું દેશ પહેલેથી જ ત્રીજી લહેરની લપેટમાં છે? જાે કે આ સવાલનો જવાબ ના હોય તે દેશ હિત માટે રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.