અમદાવાદમાં ધીમી ધારનો વરસાદ વરસતા ઠંડક પ્રસરી
અમદાવાદ: રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધીમીધારનો વરસાદ વરસ્યો. ઉપરાંત અરવલ્લી, છોટાઉદેપુર અને કચ્છમાં પણ મોડી રાતે વરસાદી ઝાપટાં પડ્યા હતા.કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ જાેવા મળ્યો હતો
મહત્વનું છે કે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે.. અને અમદાવાદ સહિતના ગાંધીનગર, પંચમહાલ, વડોદરા સહિત અને વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદમાં વાદળો છવાયા બાદ વહેલી સવારથી જ વરસાદ પડયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.અમદાવાદના બોપલ નારણપુરા મેમનગર,નવાવાડજ નિર્ણયનગર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૬.૧૬ મી.મી. વરસાદ પડ્યો છે. રાજ્યના ૬૬ તાલુકામાં મેઘ મહેર જાેવા મળી છે. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લાના પાવી-જેતપુરમાં નોંધ્યો છે. પાવી-જેતપુરમાં ૧૦૨ મી.મી. વરસાદ પડ્યો છે.