રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ની હાજરીમાં લીમડીમાં ૨.૧૭ કરોડના ખર્ચે નવ નિર્મિત બસ સ્ટેશનનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/08-1-1024x462.jpg)
ઝાલોદ: ઝાલોદ તાલુકાના લીમડીમાં ગુજરાત સરકાર દ્વારા ૨.૧૭ કરોડની ગ્રાંટ ફાળવી ગુજરાત રાજ્ય માર્ગ વહાન વ્યવહાર નિગમનું નવીન બસ સ્ટેશન ભવનનું નિર્માણ થયેલ છે. તેનું લોકાર્પણ શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ભાઈ ખાબડ તેમજ દાહોદ કલેક્ટર વિજયભાઈ ખરાડી અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સહિતના એસ.ટી.વિભાગના ગોધરા ડિવિઝન અને ઝાલોદ ડેપોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આઝાદીના ૭૫ વર્ષ પછી અત્યઆધુનિક સુવિધાઓ સાથે બનેલા બસ સ્ટેશન ભવનમાં કેટિન, પાર્સલ રૂમ, જેટ્સ અને લેડીઝ સ્ટાફ માટે વેટીંગ રૂમ, મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે પાસ કાઉંટર, જૂદા જૂદા સ્ટોલ,પાણીની પરબ તેમજ કન્ટ્રોલ રૂમ સાથે લાઈટ,પાણી અને બેસવવાની તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ બસ સ્ટેશનમાં પાંચ પ્લેટફોર્મ અને શૌચાલય સાથે બનાવવામાં આવ્યું છે.
આ પ્રસંગે રાજ્યના મંત્રી બચુભાઈ દ્વારા પોતાના સંબોધનમાં ખાસ કરીને કોરોના મહામરી વચ્ચે લોકોને આરોગ્યને લઈ ગંભીર રહેવા આવહાન કરાયું હતું.સાથે રાજ્ય સરકાર દ્વારા સતત આવા કપરા સમયે પણ રાજ્ય સરકાર લોકોની સાથે રહી વિકાસને વેગ આપવાના પ્રયાસોને દોહરાવ્યાં હતા. જ્યારે આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ કોરોનાની સરકારની ગાઈડ લઈને પાલન કરતા સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક,સેનેટરાઈઝ જેવી દરેક બાબતે નિયમોનું પાલન કર્યું હતું.