Western Times News

Gujarati News

હિમાચલ પ્રદેશથી ચરસ લાવી કારમાં સુરતમાં ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ

સુરત: સુરત એસઓજીએ હિમાચલ પ્રદેશથી ચરસ લાવી કારમાં સુરતમાં ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ કરી મહિલા સહિત ત્રણને રૂ.૨૩.૪૨ લાખના ૪.૬૮૪ કિગ્રા ચરસ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં હિમાચલ પ્રદેશથી ચરસ મંગાવનાર વરાછાના શેરબ્રોકર અને ઉધનાના બેકાર યુવાનની પણ એસઓજીએ ધરપકડ કરી છે આ સમાગર મામલે મોટો ભાડા ફોડ કર્યો હતો.

સુરત એસઓજીએ મંગળવારે મોડીસાંજે મોટા વરાછા અબ્રામા પોલીસ ચેક પોસ્ટ પાસેથી અમદાવાદ પાસીંગની કારમાં સુરતમાં પ્રવેશી રહેલા અતુલ સુરેશભાઈ પાટીલ , જેનિશ શંભુભાઈ ખેની અને તેની સાથે બેસેલી દલસુખભાઈ ચોડવડીયાની પુત્રી નિકિતા ની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે ગાડીમાં બેસેલા જેનીશ પાસેથી રૂ.૨૩.૪૨ લાખની કિંમતનું ૪.૬૮૪ ગ્રામ ચરસ ઝડપી પાડી રૂ.૩૪.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી હતી.

ત્રણેય હિમાચલ પ્રદેશ ચરસ લેવા ગયા હતા અને સુરતમાં ઉધનાના જીગ્નેશ ઉર્ફે મોન્ટુ અને વરાછાના હાર્દિક પટેલને આપવાના હતા.ત્રણેયની કબૂલાતના આધારે એસઓજીએ જીગ્નેશ ઉર્ફે મોન્ટુ અને હાર્દિક પટેલની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન, એસઓજીએ ઇચ્છાપોર જેમ્સ એન્ડ જવેલરી પાર્ક ખાતે નવા બંધાતા બિલ્ડીંગ પાસેથી હાલ બેકાર જીગ્નેશ ઉર્ફે મોન્ટુ ઉર્ફે માસા કિરીટભાઈ પટેલને જયારે વરાછા વૈશાલી સિનેમા રોડ જુના સોના એપાર્ટમેન્ટ પાસેથી શેરબ્રોકર હાર્દિક ઈશ્વરભાઈ પટેલ ને ઝડપી પાડી બંને ઈસમોની પૂછપરછ
કરતા તેમને કરેલા ગુનાની કબૂલાત કરતા પોલીસે બંનેવ આરોપીને ધરપકડ કરી.અમરોલી પોલીસને સોંપ્યો હતો.

એસઓજીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જેનીશ સાથે તેઓ છેલ્લા એક વર્ષથી કામ કરે છે અને બે દિવસ અગાઉ જે જથ્થો ઝડપાયો તેમાં વધુ જથ્થો જીગ્નેશે મંગાવ્યો હતો. શેરબ્રોકર હાર્દિક શેરના વ્યવસાયની સાથે ચોરીછૂપીથી ચરસ વેચતો હતો. જાેકે જેનીશ પાસે સુરતમાં ઘણા લોકો ચરસ ખરીદીને છૂટકમાં વેચાણ કરે છે.

ચરસનું છૂટક વેચાણ મુખ્યત્વે વરાછા અને સિટીલાઇટ વિસ્તારમાં થાય છે. જાેકે, જેનીશ હિમાચલ પ્રદેશથી જે ચરસ લાવતો તેનું વેચાણ જેની પાસેથી વધુ પૈસા મળે તેને જ પોતાની મરજી મુજબ કરતો હતો. જાેકે બીજી બાજુ વરાછાનું સોના એપાર્ટમેન્ટનું કનેક્શન બહાર આવ્યું છે. એસઓજીએ હાલમાં ઝડપેલો શેરબ્રોકર હાર્દિક પટેલ અને ગત ડિસેમ્બર અંતમાં પુણા કુંભારીયા રોડ પરથી ઝડપાયેલા ચરસની તપાસમાં ઝડપાયેલો ગોવાની હોટલમાં નોકરી કરતો નિતેષ પાંડે બંને સોના એપાર્ટમેન્ટમાં જ રહે છે.એસઓજીની તપાસમાં જાણવા મળ્યું છે કે હિમાચલથી બંને ચરસ મંગાવી સુરતના વરાછામાં વેચાણનું સમાંતર નેટવર્ક ચલાવે છે.જાેકે પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.