સિવિલ હોસ્પીટલમાંથી દર્દીનાં મોબાઈલ ફોનની ચોરી

અમદાવાદ : પોરબંદરની શહેરમાં સારવાર કરાવવા આવેલી વ્યક્તિ મોબાઈલ ફોન સિવિલ હોસ્પીટલમાંથી ચોરી થતા તેણે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ચોરીનો ભોગ બનાર આજનભાઈ પાંડીવદરા (૫૫) વણકરવાસ પોરબદર ખાતે રહે છે તેમના સમાજના જ્યોતીબેન સાહીયાને મગજની બિમારી થઈ હોવાથી તેમની સારવાર આજનભાઈ પણ તેમની સાથે આવ્યા હતા
ગત રોજા બપોરે ૩ વાગ્યે સિવિલ હોસ્પીટલમાં ઓપીએસ બિલ્ડીગના રૂમ નં ૭૨ની સામે તેમણે પોતાનો ફોન ચાર્જમાં મુક્યો હતો જે ગણતરીની મિનિટોમાં જ ચોરી થઈ ગયો હતો જેથી આજનભાઈએ બુમાબુમ કરી ન મળતા છેવટે તેમણે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરીયાદ નોધાવી હતી.
જ્યારે રાણીપની અંબિકા કૃપા સોસાયટીમા આવેલી જય ભોલે મોબાઈલ શોપમાં સોમવારે મોડી રાત્રે એક શખ્સ ટફન ગ્લાસ નાખવામાં આવ્યો હતો જેણે દુકાન માલીક અભિષેક ગુપ્તાની નજર ચુકવી તેમનો મોબાઈલ ફોન ચોરી લીધો હતો આ ઘટનાની ફરીયાદ તેમણે રાણીપ પોલીસ સ્ટેશનમાં નોધાવી છે.
રાણીપમાં ટફન નાખવામાં આવેલો શખ્શ મોબાઈલ ચોરી ફરાર