Western Times News

Gujarati News

કંટોડીયા વાસમાં વિજીલન્સનો દરોડો

દારૂના મોટા હબ સમાન કંટોડીયા વાસમાંથી ફક્ત ૧૧ લિટર દારૂ પકડાતા લોકોમાં તરેહ તરેહની ચર્ચા : બુટલેગર ફરારઃ “માત્ર ૧૧ લિટર” દેશી દારૂનો જથ્થો પકડાયો

અમદાવાદ : દેશી દારૂનાં હબ સમાન શહેરના કંટોડીયા વાસમાં સૌથી મોટો લઠ્ઠાકાંડ થઈ ગયો હોવા છતાં કેટલાક લાંચીયા અધિકારીઓની રહેમ નજરને કારણે દેશઈ દારૂના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારનો એવો એક વિસ્તાર કંટોડિયાવાસ કે જેના નામથી નાનાથી માંડી મોટા લોકો પરિચીત છે. આ વિસ્તાર વર્ષોથી પોલીસ અને કેટલાંક મળતીયાઓની રહેમનજર હેઠળ ચાલી રહ્યો છે. ઘર ઘરમાં દારૂ વેચાય છે તે બધાં જ જાણે છે છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી અને કરાય છે તો માત્ર ૧૧ લિટર દા\ જ હાથમાં આવે છે.

સર્વ વિહીત હોવા છતાં કંટોડિયા વાસમાં રેઈડ કરતી પોલીસને કોઈ ખાસ મુદ્દામાલ મળી આવતો નથી અથવા દારૂનો જથ્થો મળે તો બુટલેગરો પોલીસની પકડ બહાર રહી જાય છે. આ સ્થિતિમાં   ગઈ કાલે વિજીલન્સની ટીમે દરોડો પાડીને ૧૧ લિટર દેશી દારૂ ઝડપી લીધો હતો જ્યારે દારૂ વેચનાર પોલીસને હાથતાળી દઈ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.

રાજ્યના પોલીસ વડાનાં આદેશ બાદ વિજીલન્સની ટીમો કેટલાંય વિસ્તારોમાં દારૂનાં અડ્ડા ઉપર દરોડા પાડે છે ગઈકાલે આવી જ એક રેડ રાયપુર દરવાજા બહાર આવેલા કંટોડીયા વાસમાં કરવામાં આવી હતી પોલીસની ટીમો જાઈને દારૂ લેવા માટે લાઈનમાં ઉભાં રહેલાં દારૂડીયાઓમા નાસભાગ મચી હતી

જ્યારે દારૂ વેચનાર શખ્શ પોલીસને જાઈને એક પાતળી ગલીમાંથી ભાગી છુટ્યો હતો જેના પીછો એસઆરપી ટીમોએ કર્યો હતો પરતું ગલીઓા ભારે ભીડ હોવાને કારણે દારૂ વેચનાર શખ્સ પોલીસની પકડ બહાર રહ્યો હતો જ્યારે પોલીસે દરોડાના સ્થળ પરથી ૧૧ લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો

ઉપરાંત નજીકના રહેતી એક મહીલા નિવેદન લઈને દારૂ વેચનાર શખ્શ તથા જયોતિ નામની મહીલા બુટલેગર વિરુદ્ધ કેસ નોધીને કાર્યવાહી આદરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.