સંજય દત્તે નાગપુરમાં નીતિન ગડકરીને મળી ચરણ સ્પર્શ કર્યા
મુંબઇ: અભિનેતા સંજય દત્તે રવિવારે નાગપુર પહોંચી નીતિન ગડકરીની મુલાકાત લઇ ચરણ સ્પર્શ કરતાં અનેક અટકળો જાગી છે. સંજય દત્ત રાજકારણમાં એન્ટ્રી કરશે તેવી અટકળોએ જાેર પકડ્યું છે. સંજયદત્તે નાગપુર પહોંચી નીતિન ગડકરીને મળવાનો સમય માંગ્યો હતો, સમય મળતાં તે વર્ધા રોડ સ્થિત ગડકરીના ઘેર પહોંચેલ અને નીતિન ગડકરી અને તેમનના પત્નિ કંચન ગડકરીને નમસ્કાર કર્યા હતાં. સાથે ગડકરીના ચરણસ્પર્શ પણ કર્યાં હતા.
આ મુલાકાત શુભેચ્છા માટેની હતી કે પછી અન્ય કોઇ ખાસ કારણોસર? તે સત્તાવાર બહાર આવ્યું નથી. ત્યારે રાજકીય વિશ્લેષકો આ મુલાકાતને સંજય દત્તના રાજકારણમાં પ્રવેશ માટેની હોવાની પણ ચર્ચાઓ કરી રહ્યા છે. બીજી તરફ સંજયદત્ત મહારાષ્ટ્રના ઊર્જા મંત્રી નીતિન રાઉતના ઘેર પણ પહોંચેલ અને મંત્રીના પુત્ર તથા પુત્રવધૂ સાથે મુલાકાત કરી હતી.