Western Times News

Gujarati News

પહેલાની વિવાદિત વંશીય ટિપ્પણીને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરાયો

નવીદિલ્હી: ઈંગ્લેન્ડ અને સસેક્સના ફાસ્ટ બોલર ઓલી રૉબિન્સનને આઠ વર્ષ પહેલા વંશવાદ અંગે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ પોસ્ટને કારણે રૉબિન્સનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સસ્પેન્ડ કરી દેવાયો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટી કરી છે. બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે તપાસ પૂર્ણ થશે નહીં ત્યાં સુધી એને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
રૉબિન્સનને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની ૨ ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમની પ્લેઈંગ-૧૧માં સ્થાન આપવામાં આવ્યું હતું. રૉબિન્સનની આ ડેબ્યૂ મેચ હતી. એને જેવો પ્લેઈંગ-૧૧માં સામેલ કરાયો ત્યારથી જ એની ૨૦૧૨-૧૩માં અપલોડ કરવામાં આવેલી પોસ્ટ વાઈરલ થઈ ગઈ હતી.

ત્યારપછી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આને ગંભીર મુદ્દો જણાવીને તપાસ આદરી હતી, અને તેની સાથે રોબિન્સનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. ૨૭ વર્ષીય રૉબિન્સને પણ આ ટિપ્પણીની પુષ્ટી કરી હતી અને જણાવ્યું હતું કે તેણે તરુણાવસ્થામાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારની વંશીય ટિપ્પણી કરી હતી અને આ અંગે હું માફી પણ માગુ છું.

એણે દુઃખ પ્રગટ કર્યું હતું કે ડેબ્યૂ મેચ પછી ૮ વર્ષ જૂની પોસ્ટ વાઈરલ થઈ અને આ પ્રમાણેની સમગ્ર ઘટના પરિણમી. રૉબિન્સને કહ્યું હતું કે હું એ સમયે સમજણો નહોત અને ઉંમરમાં પણ નાનો હોવાથી આ પ્રકારની ટિપ્પણી કરી હતી. જાેકે, ત્યારપછી મેં માફી માગી લીધી હતી. હવે હું સમજણો થઈ ગયો છું અને મને ખબર છે કે મારે આગળ શું કરવું છે.

રવિવારના રોજ ઓપનિંગ બેટ્‌સમેન ડોમ સિબલી અને કેપ્ટન જૉ રૂટની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપના પરિણામે ઈંગ્લેન્ડે પાંચમાં દિવસે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની પ્રથમ ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહ્યા હતા.રવિવારના રોજ ઓપનિંગ બેટ્‌સમેન ડોમ સિબલી અને કેપ્ટન જૉ રૂટની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપના પરિણામે ઈંગ્લેન્ડે પાંચમાં દિવસે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની પ્રથમ ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.