અનુપમાને પ્રેગ્નેન્સીના દિવસો યાદ આવી ગયા
મુંબઈ: સીરિયલ સારાભાઈ વર્સિસ સારાભાઈ બાદ રૂપાલી ગાંગુલી ટીવી શો અનુપમા દ્વારા ચર્ચામાં આવી છે. રાજન શાહીની સીરિયલ અનુપમાને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે અને રૂપાલી અનુપમાનો રોલ કરીને દર્શકોનું દિલ જીતી રહી છે. રૂપાલી અવારનવાર સેટ પરની બીટીએસ તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. આ સિવાય રૂપાલી પોતાની અંગત જિંદગીની ઝલક પણ દેખાડતી રહે છે. હાલ રૂપાલી ગાંગુલી પોતાના પરિવારથી દૂર ગુજરાતમાં અનુપમાનું શૂટિંગ કરી રહી છે. ત્યારે તે પોતાના પતિ અને દીકરાને ખૂબ મિસ કરે છે.
દીકરા અને પતિની યાદમાં રૂપાલીએ એક એવી તસવીર શોધી કાઢી છે જે તેની દિલની ખૂબ નજીક છે. રૂપાલીએ પોતાના સીમંતની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરનાં રૂપાલી લાલ સાડી અને ફ્લાવર જ્વેલરીમાં દેખાય છે. રૂપાલી અને તેનો પતિ અશ્વિન કોઈ પૂજા કરી રહ્યા હોય તેવું લાગે છે. રૂપાલીના ચહેરા પર હરખ દેખાઈ રહ્યો છે. રૂપાલીએ આ તસવીર શેર કરતાં લખ્યું, હું તને મિસ નથી કરતી આપણને મિસ કરું છું હું જ્યારે તેની સાથે હોઉં છું ત્યારે આ રીતે સ્મિત કરું છું.
આ જૂની તસવીર મારા સીમંત સમયની છે. રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા રૂપાલીએ પતિને યાદ કરીને એક વિડીયો શેર કર્યો હતો. આ જૂના વિડીયોમાં અશ્વિન અને રૂપાલી પૂજા કરતાં જાેવા મળી રહ્યા છે. રૂપાલીએ વિડીયો શેર કરતાં લખ્યું હતું, આઈ લવ યુ અશ્વિન વર્મા, મને આ એડિટ ખૂબ પસંદ આવ્યું છે. આને બનાવા માટે આભાર. રૂપાલીના ફેન્સ દ્વારા આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો હતો. અનુપમાનું શૂટિંગ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ગુજરાતમાં ચાલી રહ્યું છે.
થોડા સમય પહેલા રૂપાલીના પતિ અને દીકરો તેને મળવા ગુજરાત આવ્યા હતા. એ વખતે રૂપાલીની ખુશીનો પાર નહોતો. જાેકે, હવે રૂપાલી ફરી પરિવારથી દૂર છે ત્યારે તેમને ખૂબ યાદ કરી રહી છે. સીરિયલની વાત કરીએ તો, વનરાજ અને કાવ્યાના લગ્ન થઈ ગયા છે. તેમના લગ્નના જ દિવસે રાત્રે અનુપમાની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અનુપમાને કેન્સર છે ત્યારે શું અનુપમાનું હોસ્પિટલના બિછાને મોત થશે? શોના આગામી એપિસોડમાં ઘણાં ટિ્વસ્ટ જાેવા મળશે.