Western Times News

Gujarati News

ટેચ્યૂ ઓફ યુનિટીના આકર્ષણો ખુલ્યા, પહેલા દિવસે માત્ર ૩૦૦ પ્રવાસીઓ આવ્યા

અમદાવાદ: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહિત કેવડિયાના અનેક પ્રોજેક્ટો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે ૩૦૦ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાેવા માટે પહોંચ્યા હતા, પરંતુ, પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત છે.

કોરોનાના કેસો વધતા એક દિવસમાં માત્ર ૨૦૦ લોકોને જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વ્યુઈંગ ગેલેરીમાં જવા માટે મર્યાદા કરી દેવાઇ હતી, પરંતુ હવે સ્ટેચ્યૂ ઓફ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરીમાં એક દિવસમાં ૭૦૦૦ ટિકિટનો સ્લોટ કરી દેવામાં આવ્યો છે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અંદર જવાની ટિકિટ અનલિમિટેડ કરી દેવાઇ છે. પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાેવા માટેની ૩૮૦ રૂપિયાની કિંમતની ૧૬૫ પ્રવાસીઓ વ્યુઈંગ ગેલેરી જાેવાની ટિકિટ ઓનલાઈન બુકિંગ કરાવી છે અને વ્યુઈંગ ગેલેરી જાેવાની ૧૦૩૦ રૂપિયાની કિંમતની એક્સપ્રેસ ટિકિટ ૨૨ પ્રવાસીઓએ બુકિંગ કરાવી હતી.

આ સાથે છેલ્લા કેટલા સમયથી ડરના માહોલમાં રહેલા લોકો મન હળવું કરવા પ્રવાસન સ્થળો પર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાેવા કોરોનાનો કહેર ન હતો, ત્યારે રોજના ૧૦થી ૧૫ હજાર પ્રવાસીઓ આવતા હતા, પણ ગત માર્ચ મહિનામાં કોરોનાની પ્રથમ લહેરના કારણે લગભગ ૬ મહિના સ્ટેચ્યૂ બંધ રહ્યું હતું. બીજી લહેર માર્ચ-૨૦૨૧માં આવી, ત્યારે આ વખતે સ્ટેચ્યૂ ખુલ્લું રાખવામાં આવ્યું હતું, પણ, ઓછા આવતા હતા, ત્યાર બાદ બંધ કરવામાં આવ્યું હતું પણ હવે પુનઃ પ્રવાસીઓ આવતા આજથી ફરી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહિત કેવડિયાના અનેક પ્રોજેક્ટો ખુલ્લા
મૂકવામાં આવ્યા છે. બીજી તરફ કેવડિયા ખાતેની ટેન્ટ સિટી અને હોટલોના માલિકો છેલ્લા એક વર્ષથી પ્રવાસીઓના અભાવને કરાણે લાખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે, ત્યારે હવે ફરી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા રાખીને બેઠા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.