Western Times News

Gujarati News

કેદીઓએ માસ્ક, સેનેટાઇસર બનાવીને આવક ઊભી કરી

Files Photo

જેલના કેદીઓ પોતાના જેલના ટર્ન ઓવરને બચાવવામાં લાગી ગયા હતા, ભજીયા હાઉસ જેવા અનેક વેપાર બંધ

અમદાવાદ: દેશમાં એક તરફ કોરોનાના કારણે અનેક વ્યવસાયમાં કરોડોનું નુકસાન થયું છે. અને અનેક લોકોએ પોતાના વેપાર બંધ કરી દીધા છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ સેન્ટ્રલ જેલના કેદીઓ જેલના ટર્ન ઓવરને બચાવી રાખવામાં સફળ થયા છે. જેલમાં કેદીઓ કમાલ કરી છે અને બંધ વ્યવસાય ના બદલે હોસ્પિટલ લાઈનની વસ્તુઓ બનાવી કામ કર્યું છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કામ કરી કેદીઓ પોતે પણ આવક કરે છે અને જેલને પણ ફાયદો અપાવે છે પરંતુ કોરોનામાં લોકડાઉનને લઈ અનેક વ્યવસાય જ્યારે નુકસાનમાં છે.

તેવા સમયમાં જેલના કેદીઓ પોતાના જેલના ટર્ન ઓવરને બચાવવામાં લાગી ગયા હતા. ભજીયા હાઉસ જેવા અનેક વેપાર બંધ હતા પરંતુ તેની અવેજમાં અન્ય વેપારે જેલમાં સફળતા મેળવી લીધી છે. મળતી માહિતી પ્રમાણે જેલ માં કોરોના સમય માં જેલના કેદીઓ જેલમાં પીપીઈ કીટ માસ્ક, સેનેટાઇસર મશીન બનાવીને આવક મેળવી લીધા હતા. જેલમાં કેદીઓ દ્વારા ૧૩૬૧ પીપીઈ કીટ,દોઢ લાખ માસ્ક બનાવવામાં આવ્યા છે અને આવક ઉભી કરવા માં આવ્યું છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં જેલનું ટર્ન ઓવર ૪ કરોડ ૪૬ લાખ ૯૧ હજાર હતું અને વર્ષ ૨૦-૨૧માં ખૂબ મહેનત બાદ ૩ કરોડ ૭૮ લાખ સુધી લઈ ગયા હતા. મહત્વનું છે કે આ પ્રયાસથી જેલનેતો ફાયદો મળ્યો હતો. પરંતુ તેની સાથો સાથ કેદીઓને પણ આવક મળી ગયું અને આ વર્ષે વધુ ટર્ન ઓવર થાય તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. જેલનું પ્રખ્યાત ભજીયા હાઉસ ટર્ન ઓવર ૧૯-૨૦ માં જે ૬૪ લાખની આસપાસ હતું તે ૨૦-૨૧માં ઘટીને માત્ર ૨૬ લાખ હતું પરંતુ અન્ય વેપારમાં તે લોકો મહેનત કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.