Western Times News

Gujarati News

ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન વધારે વરસાદ થશે

Files Photo

નવીદિલ્હી: ભારતમાં ચોમાસા વિશે રિસર્ચમાં એક નવો દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન વધારે વરસાદ થશે. હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જાેવા મળે એવી શક્યતા છે. જર્નલ એડવાન્સ સાયન્સમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં છેલ્લાં દસ લાખ વર્ષની સ્થિતિના આધારે ચોમાસાની આગાહી કરવામાં આવી છે.રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. હવામાનમાં સતત ફેરફાર થવાની શક્યતા છે અને એને કારણે વિસ્તારના ઈતિહાસ પર પણ અસર થઈ શકે છે.

કમ્પ્યુટર મોડલ પર આધારિત કરાયેલા રિસર્ચ પ્રમાણે ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનથી દુનિયા ગરમ થઈ રહી છે. ભેજ વધવાને કારણે વધારે વરસાદ થવાની ઘટનાઓ થઈ રહી છે. દક્ષિણ એશિયામાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસા દરમિયાન ભારે વરસાદ થાય છે. અહીં રહેતી વિશ્વની ૨૦ ટકા વસતિનાં જીવન વરસાદ સાથે જાેડાયેલા હોય છે. નવા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જળવાયુ પરિવર્તનથી થતા ફેરફાર વિસ્તાર અને ઈતિહાસને નવો આકાર આપી શકે છે.

રિસર્ચર્સ પાસે કોઈ ટાઈમ મશીન ન હતું, તેથી તેમણે તેમના રિસર્ચમાં કાંપનો ઉપયોગ કર્યો છે. બંગાળની ખાડીની તળેટીમાંથી માટીનાં સેમ્પલ ડ્રિલિંગ મશીન દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતાં. ખાડી વચ્ચેથી કાઢવામાં આવેલી માટીના નમૂના ૨૦૦ મીટર લાંબા હતા. આ ચોમાસાના વરસાદનો ભરપૂર રેકોર્ડ મેળવી આપે છે. ખાડીમાં વરસાદની સીઝનમાં વધારે નવું પાણી આવે છે. એને કારણે સપાટી પર ખારાશમાં ઘટાડો થાય છે. પરિણામે, કિનારા પરના સૂક્ષ્મ જીવ મરે છે અને નીચે તળેટીમાં બેસી જાય છે. તળેટીમાં મરેલા સૂક્ષ્મ જીવોનું પણ એક લેયર બની જતું હોય છે.

રિસર્ચ પ્રમાણે, હવે માનવીય ગતિવિધિઓને કારણે ગ્રીન હાઉસમાં ગેસનું લેવલ ઊંચું આવ્યું છે. આ કારણે ચોમાસાની એક જેવી પેટર્ન સામે આવવાની શક્યતા છે. બ્રાઉન યુનિવર્સિટીના રિસર્ચ હેડ સ્ટીવન ક્લિમેન્સ જણાવે છે, અમે ખુલાસો કરી શકીએ છીએ કે વાતાવરણમાં છેલ્લાં લાખો વર્ષોમાં કાર્બનડાયોક્સાઈડ વધવાને કારણે દક્ષિણ એશિયામાં ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ થયો છે. જળવાયુના મોડલની ભવિષ્યવાણી છેલ્લાં ૧૦ લાખ વર્ષની સ્થિતિ પ્રમાણે જાેવા મળી છે.

પોટ્‌સડેમ ઈન્સ્ટિટ્યૂટ, જર્મનીમાં જળવાયુ સિસ્ટમના પ્રોફેસર એન્ડર્સ લિવરમેનનું કહેવું છે કે અમારા ગ્રહના ૧૦ લાખ વર્ષના ઈતિહાસ દર્શાવનાર ડેટાની માહિતી આશ્ચર્યજનક છે. ભારતીય ઉપમહાદ્વીપ લોકો માટે પરિણામ ગંભીર હોઈ શકે છે. ચોમાસાની સીઝન શરૂ થતાં પહેલાં જ ઘણો વરસાદ થઈ ચૂક્યો છે. એ વિનાશકારી હોઈ શકે છે. ભયાનક ચોમાસાનું જાેખમ વધી રહ્યું છે. ડૉ. ક્લિમેન્સ અને અન્ય શોધકર્તાએ એક તેલ ડ્રિલિંગ શિપ પર મે મહિના યાત્રા કર્યા પછી આ રિસર્ચમાં તેમના ઈન્પુટ આપ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.