રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે શૅરના રોકાણકારોને માલામાલ કરી
મુંબઇ: ભલે અનિલ અંબાણી દેવામાં ફસાયેલા હોય પણ તેમની એક કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે શૅરના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. છેલ્લા ૬ મહિનામાં રિલાયન્સ ઈન્ફ્રાના શૅરને ૨૦૦ ટકાથી વધારેનું રિટર્ન મળ્યું છે. જ્યારે છેલ્લા ૧૨ મહિનામાં શૅર ૨૬૫ ટકા ઉપર આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં પણ તે ૧૬૦ ટકાના વધારા પર જાેવા મળ્યો છે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ટરના રોકાણકાર મંડલે શૅર જાહેર કરીને ૫૫૦.૫૬ કરોડ રૂપિયાની રકમ ભેગી કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે આ રકમ કંપનીના સામાન્ય ઉદ્દેશ્યો, ભવિષ્યમાં કારોબારનો વધારો અને સાથે યોજનાની નાણાકીય સુવિધા અને દેવામાં ફસાયેલા દીર્ઘકાલીન સંસાધનના સ્ત્રોતના રૂપમાં પ્રયોગ કરાશે. આ રકમ પ્રવર્તક સમૂહ અને વીએફએસઆઈ હોલ્ડિંગ્સ પ્રા. લિ.ને ૮.૮૮ કરોડ શૅર અને વારંટ જાહેર કરીને મેળવશે. વારંટના બરોબરની રકમમાં ઈક્વિટી શૅરના રૂપમાં પરિવર્તનીય હશે.
પીએફએસઆઈ હોલ્ડિંગ્સ કંપની વાર્ડે ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સની સમબદ્ધ કંપની છે. આ ર્નિગમના કારણે પ્રવર્તક સમૂહ ૪૦૦ કરોડ રૂપિયા અને વાર્ડે સમૂહ ૧૫૦ કરોડ રૂપિયાની રકમ લગાવશે. ૨ ડિસેમ્બર ૨૦૨૦ના રિલાયન્સ ઈન્ફ્રાને શેરનો ભાવ ૨૨.૮૫ રૂપિયા હતો જે ૭ જૂન ૨૦૨૧ના રોજ ૭૩.૨૫ રૂપિયા થયો છે. આ સમયે શેરમાં ૨૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે. એ વર્ષમાં સ્ટોક ૨૬૫ ટકાથી વધારે ઉછળ્યો છે જ્યારે વર્ષ ૨૦૨૧ની શરૂઆતથી શેર ૧૬૦ ટકા વધ્યો છે. જે રોકાણકારોએ અનિલ અંબાણીની આ કંપનીમાં રોકાણ કર્યું હશે તેમના રૂપિયા ૬ મહિનામાં બમણા થયા હશે.
માર્ચના ત્રિમાસિકમાં રિલાયન્સ ઈન્ફ્રાનું નુકસાન ઓછું થઈને ૪૬.૫૩ કરોડ રૂપિયા થયું છે. ગયા વર્ષે આ સમયે કંપનીને ૧૫૩.૪૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપનીએ કહ્યું કે જાન્યુઆરી -માર્ચમાં તેની આવક વધીને ૪,૬૧૦.૭૨ કરોડ રૂપિયા પર પહોંચ્યો જે તેનાથી ગયા વર્ષની સમાન તિમાહીમાં ૪,૦૧૨.૮૭ કરોડ રૂપિયા રહી હતી.