Western Times News

Gujarati News

દિવ્યાંગો માટે ઈ-કન્ટેન્ટ બનાવવા દિશા-નિર્દેશ જાહેર

નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ ‘નિશંકે’ આજે દેશભરના દિવ્યાંગ બાળકોના ઓનલાઈન અભ્યાસ માટે ઈ-કન્ટેન્ટ બનાવવાના તૈયાર દિશા-નિર્દેશોને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના વિદ્યાલયી શિક્ષા અને સાક્ષરતા વિભાગ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાતોની એક સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિશા-નિર્દેશો અંગેના આ રિપોર્ટ ‘ગાઈડલાઈન્સ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ઈ-કન્ટેન્ટ ફોર ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટીઝ’ને વડાપ્રધાનની ઈ-વિદ્યા પહેલ અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે ઓનલાઈન/ડિજિટલ/ઓન-એર શિક્ષણમાં સમાનતા લાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યો છે. કુલ ૧૧ સેક્શન અને ૨ પરિશિષ્ટ ધરાવતા આ રિપોર્ટ દ્વારા સરકાર દિવ્યાંગ બાળકો એટલે કે ‘ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્‌સ’નું શિક્ષણ અન્ય બાળકોના સમાન સ્તરે લાવવા પ્રયત્ન કરી રહી છે.

સીડબલ્યુડી ઈ-કન્ટેનન્ટ ગાઈડલાઈન્સ ૨૦૨૧ના મુખ્ય મુદ્દાઃ દિવ્યાંગ બાળકો માટેનું ઈ-કન્ટેન્ટ ૪ સિદ્ધાંતો પર આધારીત હોવું જાેઈએ. સમજ યોગ્ય, સંચાલન યોગ્ય, બોધગમ્ય કે સુબોધ અને સશક્ત. ઈ-કન્ટેન્ટમાં સામેલ ટેક્ષ્ટ, ટેબલ, ડાયાગ્રામ, વિઝ્‌યુઅલ, ઓડિયો વગેરે તમામ રાષ્ટ્રીય ધોરણો (જીઆઈજીડબલ્યુ ૨.૦) અને આંતરરાષ્ટ્રીય માનકો ડબલ્યુસીએજી ૨.૧, ઈ-પબ, ડેજી વગેરેને અનુરૂપ હોવા જાેઈએ. જે પ્લેટફોર્મ જેમ કે દિશા, પર આ ઈ-કન્ટેન્ટ અપલોડ કરવામાં આવે કે જે પ્લેટફોર્મ કે ડિવાઈસ વડે આ કન્ટેન્ટને વાંચવા-જાેવામાં આવે તે તમામે ટેક્નિકલ ધોરણો પૂરા કરવા આવશ્યક રહેશે.

દિવ્યાંગ બાળકોની જરૂરિયાત ધ્યાનમાં રાખીને ઉચિત શૈક્ષણિક અવકાશોને સામેલ કરી શકાશે. સમિતિનું સૂચન છે કે, બાળકોની ટેક્ષ્ટબુક્સને એસેસિબલ ડિજિટલ ટેક્ષ્ટબુક્સમાં (એડીટી) તબક્કાવાર રીતે પણ તૈયાર કરી શકાય. એડીટી કન્ટેન્ટને ટર્ન-ઓન અને ટર્ન-ઓફ સુવિધાઓ સાથે અનેક ફોર્મેટ્‌સ જેમ કે, ટેક્ષ્ટ, ઓડિયો, વીડિયો, સાંકેતિક ભાષા વગેરેમાં તૈયાર કરવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.