કોરોનાનું જાેર ઘટતા મોટા ઓર્ડર મળવા લાગ્યા, વેપારીઓ અગાઉની ઉઘરાણી મુદ્દે ચિંતીત
(અજન્સી) અમદાવાદ, દેશભરમાૃં કોરોનાનું જાેર ઘટતા ફરી વેપાર ધંધા શરૂ થઈ રહ્યા છે. અમદાવાદના કાપડના વેપારી, કેમિકલના વેપારી અને ફાર્મા ક્ષેત્રના ઉત્પાદકોને ગુજરાત બહારના મોટા ઓર્ડર ફરીથી મળતા થઈગયા છે. જે વેપારીઓ મોટા ઓર્ડર આપી રહ્યા છે તેમની પાસેથી જૂની ઉઘરાણી બાકી હોવાથી વેપારીઓ દ્વિધામાં છે કે હાલ ધધો કરવો કે ઉઘરાણી?
કોરોનાને કારણે દેશભરમાં વેપારીઓને ઘણુ મોટુ નુકશાન થયુ છે ત્યારે અગાઉની ઉઘરાણીને લઈને વેપારીઓ નવો ધંધો કરતા ખુબ જ ચીવટ રાખી રહ્યા છે. અમદાવાદનું કાપડ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુેનિયાભરના દેશોમાં માંગ ધરાવે છે. કોરોનાના કારણે લગભગ એક મહિના સુધી અમદાવાદ સહિત ગુજરાતના તમામ મોટા શહેરના બજારો બંધ રહ્યા હતા. જે ફરીથી રાબેતા મુજબ ચાલતા થઈ ગયા છે.
અને દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાનું જાેર ઘટતા ફરી એક વાર વેપાર ધંધા પાટે ચઢી રહ્યા છે. અમદાવાદના કાપડના વેપારીઓને ફરીથી મોટા ઓર્ડર મળતા થઈ ગયા છે. જેને લઈને કાપડ ઉદ્યોગ ફરીથી સેટ થઈ રહ્યો છે.
હવે અમદાવાદના જે વેપારીઓને ગુજરાત બહારના વેપારીઓ દ્વારા ઓર્ડર મળી રહ્યા છે તેમની પાસેથી જ અગાઉના ઉઘરાણીના રૂપિયા લેવાના બાકી હોવાથી તેઓ નવા ઓર્ડર મુજબનો માલ આપવો કે કેમ તે અંગે ચિંતીત છે. અમદાવાદના વેપારી અગ્રણીઓના જણાવ્યા અનુસાર મોટાભાગના વેપારીઓ સાથે તેઓ વર્ષોથી ધધો કરતા રહ્યા હોવાથી થોડું બજાર સેટ થઈ જાય એટલે ઉઘરાણી પૂરી થાય એવી આશા રાખી શકાય. કેટલાંક નવા વેપારીઓ સાથે ધંધો કરતા ખુબ જ ધ્યાન રાખવુ પડે છે. મોટાભાગના વેપારીઓ હાલ ધંધો કરવો કે ઉઘરાણી કરવી? એ મુદ્દેાને લઈને ચિંતીત છે.આવી જ સ્થિતિ કેમિકલના અને ફાર્મા ક્ષેત્રના વેપારીઓની છે.
કેમિકલના વેપારીઓને પણ હવે મોટા ઓર્ડર મળી રહ્યા છે. પરંતુ ઉઘરાણી બાકી છે. કોરોના બાદ ગુજરાતના કેમિકલના ઉત્પાદકોને મોટા ઓર્ડર મળી રહ્યા છે. અને વેપાર પણ વિસ્તર્યો છે. ચીનના વિકલ્પ તરીકે ભારત ઉપર પસંદગી ઉતરી રહી છે. તેથી ગુજરાતના વેપારીઓેને અને વિદેશથી પણ મોટા ઓર્ડર મળી રહ્યા છે. છેલ્લા કેટલાંક સમયથી ગુજરાત ફાર્મા હબ બની રહ્યુ છે. માટે ફાર્મા ક્ષેત્રે પણ મોટા ઉત્પાદન અને વપારીઓ અને દેશભરમાંથી મોટા ઓર્ડર મળી રહ્યા છે.