કાવ્યા વનરાજને અનુપમાની નજીક જાેઈ ગુસ્સે ભરાઈ
મુંબઈ: ટીવીના મોસ્ટ પોપ્યુલર શો અનુપમામાં એક બાદ એક ટિ્વસ્ટ જાેવા મળી રહ્યાં છે. ફેન્સ એક તરફ કાવ્યા વનરાજના લગ્નથી ચોંકી ગયા છે, તો બીજી તરફ અનુપમાની ખરાબ થતી તબીયત ક્યો નવો વળાંક આપશે તે જાણવા માટે ફેન્સ આતૂર છે. હવે દરેક દર્શકોના મનમાં એક વાત ચાલી રહી છે કે કાવ્યાને તેનો વી તો મળી ગયો હવે આગળ શું થશે?
તેમાં કોઈ શંકા નથી કે દર્શકોનો ઇન્ટરેસ્ટ આ સીરિયલ પ્રત્યે ખુબ વધી રહ્યો છે. તાજા એપિસોડમાં દેખાડવામાં આવી રહ્યું છે કે અનુપમાની સર્જરી બાદ સ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારબાદ વનરાજ પરેશાન થઈ જાય છે અને તે પોતાના દિલમાં છુપાયેલી વાત કબુલ કરે છે. આ દરમિયાન વનરાજ સમરને કહે છે કે તેનો અનુપમા સાથે સંબંધ તારી પહેલાનો છે. અનુપમા ભલે હવે પત્ની નથી રહી, પરંતુ તે હજુ મારા બાળકોનીમાં છે.
ત્યારબાદ ડોક્ટર અદ્વૈત અનુપમાનું ખાસ ધ્યાન અને કોઈ પ્રકારની ચિંતા ન કરવા દેવાનું કહે છે. આઈસીયૂમાં જીવન મરણ વચ્ચે જંગ લડી રહેલા અનુપમાની હાલતથી અજાણ ઘરવાળા અનુપમાના પરત ફરવાની આતૂરતાપૂર્વક રાહ જાેઈ રહ્યાં છે. તો આગળના એપિસોડમાં જાેવા મળશે કે કાવ્યા કઈ રીતે પોતાની નફરતની આગથી ઘરનો માહોલ વધુ ગરમ કરે છે. અનુપમા ઘરે આવવાની સાથે કાવ્યા પરીથી નવો ખેલ કરવા માટે શરૂ થઈ ગાય છે.
અનુપમાના ડિસ્ચાર્જ થતાં જ ઘરવાળા તેનું જાેરશોરથી સ્વાગત કરે છે. વ્હિલચેરથી આવી રહેલા અનુપમા અચાનક પડી જાય છે, પરંતુ વનરાજ તેને સંભાળી લે છે. આ બધી વસ્તુ જાેઈને ભડકી ગયેલી કાવ્યા ખુશીના સમયમાં વિઘ્ન બને છે. પરિવારની સામે કાવ્યા વનરાજને પોતાના હનીમુનની વાત કહે છે. ત્યારબાદ કાવ્યા અને વનરાજમાં ખુબ ધમાલ થાય છે.