Western Times News

Gujarati News

પારડી તાલુકાના ડુમલાવ ખાતે પારડી ખેડ સત્યાગ્રહ રેલી યોજાઈ

(પ્રતિનિધિ)વલસાડ, પારડી તાલુકાના ડુમલાવ ખાતે પારડી ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પારડી ખેડ સત્યાગ્રહમાં સહભાગી વિરલાઓને યાદ કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસી આગેવાનો દ્વારા વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિની આલોચના કરવામાં આવી હતી. ડુમલાવ ખાતે તા.૧લી સપ્ટેમ્બરના રોજ યોજાયેલા ખેડ સત્યાગ્રહ રેલીના કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. તુષાર ચૌધરીએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં પારડી ખેડ સત્યાગ્રહના પ્રણેતા સ્વ.ઉત્તમભાઈ પટેલ અને તેમના સાથીઓને નમન કર્યા હતાં. તેમણે ખેડ સત્યાગ્રહથી તાલુકાના આદિવાસીઓના જીવનમાં આવેલી ક્રાંતિ નાગે પણ જાણકારી આપી હતી. ત્યારબાદ તેમણે વર્તમાન કેન્દ્ર સરકાર પર સામાન્ય નાગરીક વિરોધી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. તેમણે મંદીના સમયમાં લોકો પાસે રોજગારી નથી અને બીજી તરફ લોકો મોંઘવારીમાં પીસતા હોવાની પણ લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે ગત રોજ સરકાર દ્વારા કારકુનની ભરતી જાહેર કરવામાં આવી હતી. તેમાં ૧૪ લાખ યુવાઓ દ્વાર અરજી કરવામાં આવી હતી તેમાં ૧૪ લાખ યુવાઓ દ્વારા અરજી કરવામાં આવ્યાની અને તેમાં પણ ડોક્ટર અને એન્જીનીયર દ્વારા આવેદન કરવા અંગે સરકારની નીતિની ટીકા કરી હતી. જ્યારે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પારડી ખેડ સત્યાગ્રહના પ્રણેતા સ્વ.ઈશ્વરભાઈ દેસાઈ અને સ્વ.ઉત્તમભાઈ પટેલને યાદ કરી ખેડ સત્યાગ્રહની ઉપલબ્ધિ નાગે માહિતી આપી હતી.

તેમણે ખેડ સત્યાગ્રહ દ્વારા ૧૪ હજાર એકર જમીન આદિવાસીઓને ફાળવવામાં આવી હોવાની જાણકારી આપી હતી તેમણે ખેડ સત્યાગ્રહની નીતિને અમલમાં મુકવા બદલ પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીની પણ પ્રશંસા કરી હતી તેમણએ ગત લોકસભાની ચૂંટણીમાં સહકાર આપનારાનો આભાર વ્યક્ત કર્યાે હતો. પરંતુ કેટલાક પક્ષમાંના વિરોધીઓના કારણે કોંગ્રેસની હાર થયાની પણ લાગણી વ્યક્ત કરી હતી. જોકે ખેડ સત્યાગ્રહ રેલીમાં અગાઉની રેલી જેવી જનમેદની નહોવાથી તે આકર્ષણ ગુમાવી રહ્યાની પણ ચર્ચા ઉઠવા પામી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.