અંબિકા પગપાળા સંઘ રવિવારે સાબરમતીથી અંબાજી જવા પ્રયાણ કરશે
અમદાવાદ, શ્રી અંબિકા પગપાળા યાત્રા સંઘ દ્વારા દર વર્ષ ભાદરવી પૂનમે પગપાળા યાત્રાનું આયોજન છેલ્લા ૩૩ વર્ષથી ચાલી રહયુ છે. આ પદયાત્રાની શરૂઆત સ્વ. હરેશભાઈ ભાવસાર દ્વારા કરવામાં આવી હતી આજે પણ આ પરંપરા તેમના સુપુત્ર રાજુભાઈ ભાવસાર અને તેમના પરિવારજનોએ જાળવી રાખી છે આ વર્ષે પણ યાત્રા સંઘ તા.૮.૯.ર૦૧૯ના રવિવારે સવારે ૭ કલાકે નીકળશે.
સાબરમતી ભાજપ વોર્ડના અગ્રણી રાજુભાઈ ભાવસારે જણાવ્યું હતું કે દર વર્ષે પદયાત્રા દ્વારા સંઘ નીકળે છે અને મા અંબાજીના મંદિરમાં ધજા ચઢાવવામાં આવે છે આ વર્ષે તા.૬ સપ્ટેમ્બરના શુક્રવારે ધજાનું પૂજન સાંજે ૭ થી ૧૦ વૈષ્ણવ સોસાયટી હાઈવે રામનગર સાબરમતી ખાતે રાખેલ છે. ત્યારબાદ ભાદરવા સુદ- ૧૦ ના રવિવારે પદયાત્રા સંઘ રામનગર ચોક આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિરથી નીકળશે.