Western Times News

Gujarati News

આફતાબ હિન્દી ફિલ્મોમાં કેમ દેખાતો બંધ થઈ ગયો?

મુંબઈ: બોલિવુડ એક્ટર આફતાબ શિવદાસાની ફરી એકવાર ચર્ચામાં છે અને એ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર તેના કામના કારણે. આફતાબ છેલ્લા ખાસ્સા સમયથી હિન્દી ફિલ્મોમાં ખાસ એક્ટિવ નથી. ‘મસ્ત’, ‘કસૂર’ અને ‘મસ્તી’ જેવી ફિલ્મોમાં પોતાના પર્ફોર્મન્સ માટે અવોર્ડ જીતનાર આફતાબે છેલ્લા થોડા વર્ષોમાં ‘ક્યા કૂલ હૈ હમ ૩’ અને ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ જેવી ગણીગાંઠી ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી ફિલ્મોમાં શા માટે મર્યાદિત કામ કરી રહ્યો છે તે વિશે વાત કરતાં આફતાબે કહ્યું, મને છેલ્લા થોડા વર્ષોમાં કેટલાક પ્રોજેક્ટ ઓફર થયા હતા

પરંતુ આ ઓફરો મને રસ પડે તેવી નહોતી. બોલિવુડમાં શા માટે આફતાબ ધીમો પડી ગયો તેનું કારણ આપતા કહ્યું, મેં હંમેશા ક્વોલિટીવાળું કામ કરવાની ઈચ્છા રાખી છે. ગુણવત્તા ઊંચી રાખવામાં હું માનું છું. મને જે પણ મળશે તે સ્વીકારી લઉં અને ગમે તે કામ પાછળ ભાગું તેવું હું નથી કરતો. હંમેશાથી એવું જ કામ કરવાની ઈચ્છા મેં રાખી છે જે મને ક્રિએટિવ દ્રષ્ટિએ સંતોષ આપે અથવા તો મેં ભૂતકાળમાં જે કામ કર્યું છે

તેનું સ્ટાન્ડર્ડ જળવાઈ રહે. હું ક્યારેય ક્વોલિટી સાથે સમાધાન કરીને ક્વોન્ટિટી પાછળ નથી ભાગતો. હાલ તો એક્ટર પોતાના જીવનનો નવો તબક્કો માણી રહ્યો છે અને તે જ પિતૃત્વ. ગત વર્ષે લંડનમાં આફતાબની દીકરીનો જન્મ થયો છે. ત્યારથી આફતાબ મોટાભાગનો સમય પત્ની નિન દુસાંજ અને દીકરી નેવાહ સાથે યુકેમાં ગાળે છે અને માત્ર કામ માટે મુંબઈ આવે છે. જીવનના આ તબક્કા વિશે આફતાબે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “લંડનમાં અમારે બધું જ જાતે કરવું પડે છે.

માટે હું મારી પત્નીની સાફ-સફાઈ અને ઘરની વસ્તુઓ ધોવામાં મદદ કરું છું. અમે સાથે મળીને દીકરીને ઉછેરી રહ્યા છીએ. અમે બંને અમારી જવાબદારીઓ એકસરખા પ્રમાણમાં વહેંચીને નિભાવી રહ્યા છીએ. જાેકે, નિન મારા કરતાં થોડું વધારે કામ કરે છે અને હું તેના જેટલું કામ કરી શકું તેવો પ્રયાસ કરું છું. હું અહીં એકદમ ઘરેલુ પ્રકારની જિંદગી જીવી રહ્યો છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.