ઘર માટે લાંચ ન આપી શકતા દાદી-પૌત્રી શૌચાલયમાં રહેવા મજબૂર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
નાલંદા: બિહારની વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષ પણ નથી થયું. તે સમયે મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત એનડીએના તમામ નેતાઓએ રાજ્યમાં વિકાસની મોટી મોટી વાતો કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણીની રેલીઓમાં પ્રત્યેક ગરીબ અને વૃદ્ધને વિશ્વાસ અપાવતા હતા કે તેમનો દીકરો દિલ્હીમાં છે. આ વાતોને સાંભળીને ભારત જ નહીં પણ દુનિયાના અલગ અલગ ક્ષેત્રોમાં વસતા બિહારીઓને લાગતુ હતું કે તેમના રાજ્યમાં પરિસ્થિતિ ઓલ ઈઝ વેલ છે. પરંતુ નીતિશ કુમારના જ ગૃહ જિલ્લા નાલંદાથી એક એવી તસવીર સામે આવી છે જે વિકાસની વાસ્તવિક છબીને ઉજાગર કરે છે. જિલ્લા કરાયપરસુરાય પ્રખંડમાં એક વૃદ્ધ મહિલા કૌશલ્યા દેવી અને તેમની પૌત્રી પાસે રહેવા માટે એક ઘર પણ નથી. કાળઝાળ ગરમીથી બચવા માટે દાદી અને પૌત્રી એક જાહેર શૌચાલયમાં દિવસ પસાર કરી રહ્યા છે.
અહીં ચોંકાવનારી બાબત એ છે કે કૌશલ્યાદેવીની આ તસવીર નાલંદાના તે જિલ્લાની છે જ્યાંથી નીતિશ સરકારની લગભગ તમામ યોજનાઓનો પ્રારંભ થાય છે. નાલંદાના વિકાસ મોડલને આખા રાજ્યમાં રજૂ કરવામાં આવે છે. આ જ નાલંદા જિલ્લાની મકરૌતા પંચાયતના ગામ દિરીપર વોર્ડ નંબર ૩માં કૌશલ્યા દેવી તેમની પૌત્રી સાથે જાહેર શૌચાલયમાં જીવન પસાર કરી રહ્યા છે.
અહીં નોંધનીય બાબત એ છે કે દિરીપરનું પાડોશી ગામ વર્તમાન ધારાસભ્ય કૃષ્ણ મુરારી શરણનું છે. કૌશલ્યા દેવીનું આ દુનિયામાં કોઈ નથી અને સરકાર તરફથી પણ તેમને કોઈ લાભ નથી મળતો.
કૌશલ્યા દેવીની ૧૦ વર્ષયી પૌત્રીના માતા-પિતાનું અવસાન થઈ ગયું છે. બન્ને ગામમાં ઘરે ઘરે ફરીને જમવાનુ માંગે છે અને પેટ ભરે છે. તડકા અને વરસાદથી બચવા માટે તેમણે શૌચાલયને