Western Times News

Gujarati News

બાળકોને રેમડેસિવિરની મનાઈ, પ વર્ષથી નિચેના માટે માસ્ક નહીં

Files Photo

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના મહામારીને લઈને ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન પ્રમાણે બાળકોને રેમડેસિવિર આપવાની સખત મનાઇ કરવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું કે, ૫ વર્ષ કે તેથી નાના બાળકો માટે ફેસ માસ્ક લગાવવાની જરૂર નથી. મહત્વનું છે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ જે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની હેઠળ આવે છે તેણે કહ્યું કે, રેમડેસિવિરનો બાળકો પર ઉપયોગ કરવાનો નથી.

માઇલ્ડ લક્ષણોમાં રૂમની અંદર ઓક્સિજન સેચુરેશન ૯૪ ટકા તે કેનાથી વધુ હોઈ શકે છે. સાથે ગળામાં સમસ્યા, શ્વાસ મુશ્કેલી સામેલ છે. તો તેની સારવારને લઈને જણાવવામાં આવ્યું કે, તાવમાં દર ૪-૬ કલાક વચ્ચે એક પેરાસિટામોલની ગોળી આપવાની છે. ખાંસી માટે ગરમ પાણીના કોગળા કરવાના છે. તો આઈસોલેશનમાં ગયેલા બાળકો માટે તેના માતા-પિતાને સકારાત્મક વાત કરવાની સલાહ આપવામાં આવી છે.

બાળકોમાં ઓક્સિજનની સ્થિતિ સમજવા માટે ૬ મિનિટની વોક ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે ૫ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો માટે માસ્ક લગાવવું ફરજીયાત નથી. તો ૬-૧૧ વર્ષના બાળકો માતા-પિતાની દેખરેખમાં માસ્ક લગાવી શકે છે. તો ૧૨ વર્ષથી મોટી ઉંમરના બાળકો મોટા લોકોની જેમ માસ્કનો ઉપયોગ કરી શકે છે.

નવા દિશાનિર્દેશોમાં એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડના મામલામાં બાળકો પર સ્ટેરોયડનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. સ્ટેરોયડ માત્ર મોડરેટ, સીવિયર અને ક્રિટિકલ સ્થિતિમાં બાળકોને સખત દેખરેખમાં આપવું જાેઈએ. સાથે તે ધ્યાન રાખવું પડશે કે યોગ્ય સમય સુધી જ સ્ટેરોયડ આપવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.