ભરૂચ GIDCમાંથી લાઈટ ડીઝલ ઓઇલમાંથી બાયો ડીઝલ બનાવતું યુનિટ ઝડપાયુ
એસ.ઓ.જી પોલીસે રૂ.28 લાખ કરતા વધુના મુદ્દામાલ સાથે એક આરોપી ની અટકાયત કરી : અન્ય એક વોન્ટેડ.
(વિરલ રાણા દ્વારા ભરૂચ, લાઈટ ડીઝલ ઓઈલ માંથી ગેરકાયદેસર રીતે બાયોડિઝલ બનાવતું યુનિટ ભરૂચ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી રૂ.28 લાખ થી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શનના આધારે એસ.ઓ.જી પોલીસ ઈન્સપેકટર કે.ડી.મંડોરાની સુચના હેઠળ ભરૂચ એસ.ઓ.જી નો સ્ટાફ ભરૂચ જી.આઈ.ડી.સી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન બાતમી મળેલ કે ભરૂચ જી.આઈ.ડી.સી માં આવેલ પ્લોટ નંબર -૨૧ આર.કે.સ્ટીલ કંપનીનો પ્લોટ ભાડે રાખી એકતા એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા લાઈટ ડિઝલ ઓઈલ નામનુ પ્રવાહી લાવી ગેરકાયદેસર સંગ્રહ કરી પ્રોસેસીંગ કરી તેને બાયોડીઝલ તરીકે બીજાને છુટક સપ્લાય કરે છે અને હાલ એક ટેન્કર જવલનશીલ પ્રવાહીનો જથ્થો લઈને ખાલી કરે છે.
મળેલ બાતમીના આધારે ભરૂચ જી.આઈ.ડી.સી માં આવેલ આર.કે.સ્ટીલ કંપનીમાં રેઈડ કરતા ટેન્કર નંબર GJ 12 AT 8560 માં લાઈટ ડિઝલ ઓઈલ નામનું પ્રવાહી રાજકોટ થી ગેરકાયદેસર રીતે ભરૂચ જી.આઈ.ડી.સીની કંપનીના શેડમાં લાવી સંગ્રહ તેમજ પ્રોસેસ કરવાના યંત્ર તથા સાધન સામગ્રી તૈયાર કરી લાઈટ ડિઝલ ઓઈલ માંથી બાયોડિઝલ બનાવવાનું પ્રોસેસીંગ કરી શેડ માં ફાયર સેફટીના કોઈ સાધનો નહીં રાખી કંપનીના શેડ માં જવલનશીલ પ્રવાહીને બાયો ડીઝલમાં રૂપાંતર કરવા સરકાર તરફથી કોઈ મંજુરી નહિ મેળવી
પોતાની તથા બીજા માણસોની જીંદગી જોખમમાં મુકાય તે રીતે શેડ માં પ્રોસેસની કાર્યવાહી કરી બેદરકારીથી સળગી ઉઠે તેવા ગેરકાયદેસર પ્રવાહીના જથ્થાનો સંગ્રહ કરી ગુનો કરતા જણાતા આરોપી વજુભાઈ નાનજીભાઈ ડાંગર તથા એકતા એન્ટરપ્રાઈઝના માલીક મુનાફભાઈ રહિમભાઈ મેમણના કબજામાંથી રૂ.13,027,20 નું કુલ 24,000 લીટર જવલનશીલ પ્રવાહી તથા રૂ.15,00,000 / ની ટેન્કર મળી કુલ કિ.રૂ .28,02,720 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર ” સી ડીવીઝન પોલીસ સ્ટેશન આરોપીઓ સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ એસ.ઓ.જી.ભરૂચ કરી રહેલ છે.