ખોખરામાં એકાઉન્ટ તરીકે કામ કરતી યુવતી સાથે ઓફિસમાં દુષ્કર્મ
અમદાવાદ: અમદાવાદમાં વધુ એક યુવતી સાથે દુષ્કર્મની ધટના બની છે.જેમાં જમાલપુર વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય રિહાના (નામ બદલ્યુ છે) વર્ષ ૨૦૧૯ થી દાણીલીમડામાં આવેલી એક કોમ્પ્યુટર ક્લાસીસમાં ટેલીનો કોર્સ શીખવા જતી હતી, ત્યારે તે ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ મહેતા નામના યુવક સાથે યુવતી સંપર્કમા આવી હતી.રિહાનાને ટેલીનો કોર્સ પુરો થઈ જતા ભાવેશ મહેતાએ તેને પોતાની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરવાની જેમાં ૧૨ હજાર પગાર અને આવવા જવાનુ ભાડુ આપવાની ઓફર કરી હતી.જે બાબતે રિહાનાએ ઘરે જાણ કરતા માતાપિતા આનાકાની કરતા હોવાથી ભાવેશ મહેતા એક દિવસ રિહાનાના ઘરે પહોંચી ગયો હતો અને રિહાનાના માતા પિતાને તેના સારા ભવિષ્યની લાલચ આપીને રિહાનાને નોકરી કરવા દેવા માતાપિતાને મનાવી લીધા હતા.
૨૦૧૯ ના જુલાઈ મહિનાથી યુવતી સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર આવેલી સોફ્ટવેર કંપનીમાં નોકરીએ લાગી હતી.બે મહિના સુધી ભાવેશ મહેતાએ રિહાના પાસે કોઈ જ કામ કરાવ્યુ ન હતુ..જે બાદ કોમ્પ્યુટરને લગતા ગ્રાહકોના ત્યા કોઈ ફરિયાદ હોય તો તેના નિકાલ માટે રિહાનાને સાથે લઈને જતો હતો. અન તે રીતે માલિક રિહાનાના નજીક આવતો હતો.
એક દિવસ ભાવેશ મહેતા રિહાનાને અલગ અલગ ગ્રાહકોના ત્યાં લઈ જઈ બપોરના સમયે ઓફિસ આવ્યો હતો.
ત્યારે રિહાના કામ કરતી હતી તે દરમિયાન ભાવેશ મહેતાએ ઓફિસનો દરવાજાે બંધ કરી રિહાનાને સોફા પર સુવડાવી તેની બળજબરી પુર્વક કપડા ઉતારી દુષ્કર્મ આચર્યુ હતુ.રિહાના ભાવેશ મહેતાનાં આ દુષ્કૃત્યથી ગભરાઈ જતા અર્ધબેભાન થઈ ગઈ હતી.
રિહાનાને ભાન આવતા તેણે દુષ્કર્મ મામલે માતાપિતાને જાણ કરવાનુ કહ્યુ હતુ.ત્યારે કંપનીના માલિક ભાવેશ મહેતાએ રિહાનાને પોતાનાં ફોનમાં તેના નગ્ન ફોટા તેમજ વિડિઓ ઉતારી લીધા છે, અને તે કોઈને વાત કરશે તો બદનામ કરી નાખીશ અને આટલાથી નહી માને તો જાનથી મારી નાખીશે તેવી ધમકી આપી હતી. જેથી રિહાના ગભરાઈ જતા તેણે આ મામલે કોઈને જાણ કરી ન હતી.જે બાદ ભાવેશ મહેતા અવારનવાર રિહાનાની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતો હતો.જાેકે અંતે કંટાળીને રિહાનાએ પોતાના માતાપિતાને માલિકના દુષ્કૃત્ય અંગે જાણ કરતા ખોખરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. ખોખરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.