Western Times News

Gujarati News

વેક્સિનેશન ઃ હજુ રાજકોટ શહેરમાં પણ ક્યાંક લોકોમાં ઉદાસીનતા જાેવા મળી

Files Photo

રાજકોટ: રાજ્યભરમાં વેક્સિનેશન ઝડપી બનાવવા માટે સરકાર દ્વારા તમામ ક્ષેત્રની મદદ લઇ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગની સાથે સાથે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મનોવિજ્ઞાન ભવન સહિતના વિભાગોની મદદ લેવામાં આવી રહી છે. પરંતુ હજુ રાજકોટ શહેરમાં પણ ક્યાંક લોકોમાં ઉદાસીનતા જાેવા મળી રહી છે. જેમાં ખાસ કરી આરોગ્ય કેન્દ્ર પર ૪૫વર્ષથી વધુ ઉંમરના એવરેજ ૫૦થી ૬૦ અને ૧૮થી ૪૪ વર્ષની ઉંમરના એવરેજ ૧૨૫થી ૧૫૦ લોકો વેક્સિન લેવા આવતા હોવાનું સામે આવ્યું છે. આથી અંદાજે ૨ ટકા વેક્સિનનો બગાડ થાય છે.

એટલે કે રાજકોટમાં રોજ વેક્સિન મુકાવનારની પુરતી સંખ્યા ન થતા ૧૫૦થી ૨૦૦ ડોઝનો બગાડ થાય છે.
એક વાયલમાંથી કુલ ૧૦ લોકોને વેક્સિન આપવામાં આવે છે. જાે સેન્ટર પર કોઇ સમયે ૧૦થી ઓછા લોકો આવે તો બાદમાં વાયલનો બગાડ થઇ જતો હોય છે. વેક્સિનનો બગાડ ન થાય તે માટે તકેદારી રાખવા સૂચના જરૂર આપવામાં આવે છે. પરંતુ તેમ છતાં કોઇ સમય એક સાથે ૪થી ૫ લોકો આવે તો વાયલ ખોલવી પડે છે. અને એકંદરે રાજકોટ શહેરમાં રોજ અંદાજે ૨ ટકા એટલે કે ૧૫૦થી ૨૦૦ ડોઝ બગાડ થઇ જતો હોય છે.

રાજકોટ શહેરની વસ્તી હાલ આશરે ૧૫ લાખ છે, તે પૈકી ૧૮થી ૪૪ વર્ષના ૬.૪૦ લાખ લોકો અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના ૩.૨૬ લાખ લોકોને રસીકરણનો લક્ષ્યાંક છે. આ પૈકી ૬૦ ટકા લોકોને રસી અપાઈ ગઈ છે અને હાલ અમે ડિલિવરી બોય રસી લે તે માટે ભારપૂર્વક અપીલ કરી છે, ફેરિયાઓ સહિત સુપર સ્પ્રેડર્સને રસી માટે સમજાવાય રહ્યાં છે અને આજે રસીકરણમાં છેલ્લા બે દિવસથી આંશિક વધારો જાેવા મળે છે. ૪૫થી વધુ ઉંમરના ૨.૪૫ લાખથી વધુ લોકોએ રસી લઈ લીધી છે. જ્યારે કે ૧૮,૭૦૭ હેલ્થ વર્કર અને ૩૦,૦૦૦થી વધુ કર્મચારીઓ,અધિકારીઓએ રસીથી સુરક્ષિત થયા છે. અત્યાર સુધીમાં કૂલ ૪૨ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે જેમાં પણ એન્ટીબોડી જનરેટ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.