સાવરકુંડલામાં વેપાર ધંધા ચાલુ થયા પણ રસ્તાનું કામ પાલિકાને યાદ ન આવ્યું

પ્રતિકાત્મક
સાવરકુંડલા, સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશો અને નગરસેવકો ગાજ્યા એવા વરસતા નથી અને આરંભે શૂરા થઈ રહ્યાં હોઈ એવો નગરજનોને અભુનવ થઈ રહ્યો છે. આજથીત્રણેક મહિના પહેલાં સાવરકુંડલાની હ્ય્દય સમી મેઈન બજારમાં રોડનું કામ શરૂ કર્યુ પરંતુ હજુ રોડ શરૂ કરાયો નથી. રોડને જેસીબી વડે તોડી તો નાખ્યો છે પરંતુ મુશ્કેલી પડી રહી છે.
વેપારીઓને રાહદારીઓને અને સિનિયર સિટિઝનોને ત્યારે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સત્તા હોઈ સાવરકુંડલા નગરપાલિકા ભાજપની સત્તા હોય સાવરકુડલા નગરપાલીકા ભાજપની જ સત્થતા હય પરંતુ સાવરકુંડલાના વિકાસના કામના પ્રારંભે જ નબળાઈ નિષ્ક્રીયતા કે અણઆવડત દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
લોકડાઉનના સમયમાં વેપારીઓ સવારથી બપોરના ર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી અને બે વાગ્યા બાદ સાવરકુંડલા મેઈન બજાર સજ્જડ બંધ હતી ત્યારે પાલિકાતંત્ર પાસે આ રસ્તો સારો કરવા નો પૂરતો સમય હતો .પરંતુ એ ન કરી શક્યા હવે લાંબા સમય બાદ વેપાર-ધંધાને દુકાનો શરૂ થઈ છે ત્યારેમેઈન બજારમં રોડનું કામ જાે શરૂકરવામાં આવે તો પણ અનેક વેપારીઓને કામ કરવામાં મુશ્મેલી પડે તેમ છે.
રાહદારીઓ પણ વધુ મુશ્કેલીમાંમુકાશે જાે કે શનિ રવિ આ કામ શરૂ કરી શકે તેમ હોઈ પરંતુ પાલિકા તંત્રની અણઆવડત નિષ્ક્રીયતા છત્ થઈ હોય તેવું લાગી રહ્યું છે.આ કામમાં માત્રને માત્ર નગરપાલિકાના ચીફ ઓફિસર પણ આ બાબતે મૌન સેવીને બેસી ગયા છે ત્યારે વેપારીઓની મગ છે કે આ અધૂરૂં કામ અવરોધ વિના પૂર્ણ થાય તે જરૂરી છે.