Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવે દ્વારા 1 એપ્રિલ, 2021થી 12 જૂન સુધી 170 પાર્સલ ટ્રેનો શરૂ કરાઈ

પશ્ચિમ રેલવે દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ચાલુ છે -માલ ગાડીઓ  ઉપરાંત આ નાણાકીય વર્ષમાં 170 ટાઈમ ટેબલડ પાર્સલ રેક ચલાવવામાં આવ્યા હતા

આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ચાલુ રાખવા માટે પશ્ચિમ રેલવેની ગુડ્સ એન્ડ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશભરમાં સતત ચલાવવામાં આવી રહી છે. આ જ રીતે પશ્ચિમ રેલવેએ દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે 1 એપ્રિલ, 2021થી 12 જૂન, 2021 સુધી 170 પાર્સલ ટ્રેનો શરૂ કરી છે.

આ સમયગાળા દરમિયાન ગુડ્સ ટ્રેનોમાં 15.68 મિલિયન ટન શિપમેન્ટ નોંધાયું હતું, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં 11.18 મિલિયન ટન હતું. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલના કાર્યક્ષમ માર્ગદર્શન, પ્રેરણા અને સતત દેખરેખને કારણે આ સિદ્ધિઓ શક્ય બની છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે 1 એપ્રિલ, 2021થી 12 જૂન, 2021 સુધી બહાર પાડેલ એક પ્રેસરિલીઝમાં જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેએ તેની વિવિધ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો મારફતે 61,000 ટનથી વધુ વજનનો માલ પરિવહન કર્યો છે, જેમાં કૃષિ પેદાશો, દવાઓ, તબીબી સાધનો, માછલી, દૂધ વગેરેનો સમાવેશ થાય છે.

જેના થી 20.81 કરોડ રૂપિયાની આવક થઈ છે. પશ્ચિમ રેલવેએ 25,000 ટનથી વધુ દૂધના પરિવહન સાથે 36 દૂધ વિશેષ ટ્રેનો શરૂ કરી હતી અને 100 ટકા વેગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ જ રીતે 43 કોવિડ-19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી અને 7100 ટન આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત 14600 ટન વજનની 29 ઇન્ડેન્ટેડ રેક પણ 100 ટકા ઉપયોગ સાથે ચલાવવામાં આવી હતી. ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે નવા બજારો પ્રદાન કરવા અને પોસાય તેવા અને ઝડપી પરિવહન માટે આ સમયગાળા દરમિયાન વિવિધ વિભાગોમાંથી લગભગ 14000 ટનના ભાર વાળી 62 કિસાન ટ્રેનો પણ શરૂ કરવામાં આવી હતી.

એપ્રિલ 2021થી 12 જૂન, 2021 વચ્ચે 15.68 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે કુલ 7358 માલગાડીઓ નું સંચાલન કરવામાં આવ્યું હતું. અન્ય ઝોનલ રેલવે સાથે 15758 માલગાડીઓનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ઇન્ટરચેન્જ પોઇન્ટ પર 7847 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 7911 ટ્રેનોને કબજે કરવામાં આવી હતી.

ટ્રેડ ડેવલપમેન્ટ યુનિટ્સ (બીડીયુ) રેલવે બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોત્સાહન યોજનાઓ સાથે હાલના અને સંભવિત માલ ગ્રાહકો સાથે સતત સંપર્કમાં છે જેથી તેઓ તેમના માલનું ઝડપથી, વિશ્વસનીય, પોસાય તેવું અને બલ્ક બાય રેલ પરિવહન કરવા પ્રોત્સાહિત કરી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.