નકલી ID બનાવી પરીવારની સ્ત્રીઓ પાસે મોબાઈલ નંબર માંગતા શખ્સ વિરુદ્ધ ફરીયાદ
અમદાવાદ : સોશીયલ મિડીયા પરથી ફોટો મેળવી સ્ત્રી ઓના નામે ફેક આઈડી બનાવી તેના પરીવારના સભ્યોને મેસેજ કરવાના અનકે બનાવો છાશવારે સાથે આવે છે આવી જ વધુ એક ફરીયાદ સાયબર સેલમા આવી છે જેમા મહીલાના નામ અને ફોટોના ઉપયોગ કરી તેના ઘરની ફકત સ્ત્રી સભ્યોને મેસેજ કરતા એક અજાણ્યા શખ્શ વિરુદ્ધ ફરીયાદ નોધાઈ છે.
આ ઘટનાની વિગત એવી છે કે રાણીપ અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતી અને ગોતા ખાતે રહેતી મહીલાના લગ્ન ગત જાન્યુઆરી મહીનામા થયા હતા થોડા સમય અગાઉ તેનો મામાની દીકરીએ આ મહીલાના નામે એક ઈન્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેસેજ આવતો હોવાની જાણ કરી હતી
જેથી આઈડી મેળવી મહીલાએ તપાસ કરતા પોતાના નામે કોઈએ ફેક આઈડી બનાવ્યુ હોવાની જાણ થઈ હતી જે પોતાના પરીવારની સ્ત્રી સભ્યોને સંપર્ક કરી તેમના મોબાઈલ નંબરની માગણી કરતો હતો અજાણ્યા શખ્શે મહીલાની મિત્ર સાથે પણ આ જ રીતે અપનાવતા છેવટે આ મહીલાએ સાયબર ક્રાઈમમા ફરીયાદ નોધાવી છે પોલીસે તપાસ હાથ ધરી છે.