Western Times News

Gujarati News

Jio Fiber બ્રોડબેન્ડનું આજે લોન્ચીંગ, આ બધું ફ્રી

File

જ્યારથી ટેલિકોમ ક્ષેત્રે જિયો આવ્યું છે ત્યારથી દિગ્ગજ કંપનીઓ પણ ખળભળી ઉઠી હતી. ગ્રાહકોને ડેટાઓ અને ફ્રી ટોકટાઈક મળતા ગ્રાહકો બીજી કંપનીઓને છોડીને જિયો તરફ વળ્યાં. જિયોએ પણ એક એક એવા એવા પ્લાન લઈને આવ્યું કે જેનાથી ગ્રાહકોને પણ જિયો સાથે જોડાવવાનો આનંદ થયો. કંપનીએ અવાર નવાર ગ્રાહકોને ફાયદો તેવી સ્કીમો આપી.

ગયા મહિને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) દરમિયાન મુકેશ અંબાણીએ Jio GigaFiberની જાહેરાત કરી હતી. અને આ બેઠકમાં આ અંગે ખુબજ માહિતી આપવામાં પણ આવી હતી. મુકેશ અંબાણીએ એ પણ કહ્યુ હતુ કે 5 સપ્ટેમ્બરે આનું કમર્શિયલ રીતે લોન્ચિંગ કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે જિયોએ ભારતમાં તેની ટેલિકોમ સેવા 5 સપ્ટેમ્બર 2016થી શરૂ કરી હતી. આ રીતે જોવા જઈએ તો કંપની માટે આ દિવસ ખુબજ મહત્વનો છે

આથી સ્વાભાવિક છે કે Jio GigaFiberનું લોન્ચિંગ પણ તેના ત્રીજા જન્મદિવસ પર કરવામાં આવશે. આજે Jio GigaFiberનું કોમર્શિયલ લોન્ચિંગ રાખવામાં આવશે. આશા છે કે Jio GigaFiberની સાથે સાથે લોન્ચ ઓફરમાં ફ્રી સેટ ટોપ બોક્સ, ઝીરો ઇન્સ્ટોલેશન ચાર્જ અને 1થી 2 મહિના સુધીનો કોમ્પ્લિમેન્ટ્રી પ્લાન આપવામાં આવશે.

પ્લાન્સ અંગે આજે કંપની તરફથી સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. RILના ચેરમેન મુકેશ અંબાણીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે મંથલી પ્લાન્સ 700 રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા સુધી હશે. આ પ્લાનમાં ગ્રાહકોને 100 Mbpsથી લઈને 1Gbps સુધીની સ્પીડ પણ આપવામાં આવશે.

ફાઈબર કેબલ ટેકનોલોજીની મદદથી Jio Fiber ટ્રિપલ પ્લે પ્લાન સાથે આવશે. જ્યાં લેન્ડલાઈન, ટીવી અને બ્રોડબેન્ડ સેવાઓને બંડલ કરી એક સાથે આપવામાં આવશે. જે પણ ગ્રાહક GigaFiber બ્રોડબેન્ડ કનેક્શન લેશે તેને અનલિમિટેડ વોયસ કોલિંગ સાથે ફ્રી લેન્ડલાઈન કનેક્શન પણ મળશે. સાથે ભારે ભરખમ ડેટાની ભેટ તો ખરી જ.  ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટ અનુસાર ડાયરેક્ટ ટૂ હોમ અને કેબલ ટીવી યૂઝર્સને આકર્ષિત કરવાની સાથે ઓપરેટર દ્વારા બ્રોડબેન્ડ કનેક્શન સાથે ફ્રી સેટ ટોપ બોક્સ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.