બોલિવૂડ એક્ટ્રેસ લિસા હેડન ત્રીજા બાળકની માતા બનવાની છે

નવીદિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ લિસા હેડન ટૂંક સમયમાં ત્રીજા સંતાનની માતા બનવા જઈ રહી છે. અગાઉ તેણે પોતાના અભિનયથી લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું અને હવે તે તેના લગ્ન જીવનને સારી રીતે માણી રહી છે. લિસાએ તાજેતરમાં જ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેનો પતિ ઈચ્છે છે કે આપણે ચાર બાળકો રાખીએ.
લિસા હેડને ઓક્ટોબર ૨૦૧૬ માં દિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. લિસા અને દિનોને બે પુત્રો છે, નામ જેક અને લીઓ. હવે આ દંપતી ટૂંક સમયમાં તેમના ત્રીજા બાળકનું સ્વાગત કરવા તૈયાર છે. લિસા ત્રીજી વખત માતા બનવાની છે. આ ખુશી તેણે ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ એક વીડિયો દ્વારા શેર કરી. આ વીડિયોને શેર કરતી વખતે લિસાએ કેપ્શનમાં લખ્યું કે, ‘આ જૂનમાં ત્રીજું બાળક આવી રહ્યું છે.’
લિસાએ તેના ચોથા બાળક માટેની ઇચ્છા વિશે વાત કરી. લિસા હેડને કહ્યું, ‘મારા પતિ દિનો અને હું જાણતા હતા કે અમારે ત્રીજાે સંતાન જાેઈએ છે. અમે હંમેશા આ વસ્તુ જાણતા હતા. પણ, અમે ચાર બાળકો માટે લક્ષ્?ય રાખ્યું હતું. પરંતુ મને લાગે છે કે તે ત્રણ પર અટકવું પડશે. જ્યાં સુધી ભગવાન ન ઇચ્છે. ‘