સાઉદી અરબી સરકારે વિદેશીઓની હજ યાત્રાને રદ કરવાનો ર્નિણય લીધો
નવીદિલ્હી: કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને સાઉદી અરબી સરકારે વિદેશીઓની હજ યાત્રાને રદ કરવાનો ર્નિણય લીધો છે. આ પછી, હજ કમિટી ઓફ ઇન્ડિયાએ પણ હજ ૨૦૨૧ માટે કરેલી તમામ અરજીઓને રદ કરી દીધી છે. હવે ફક્ત સાઉદી અરેબિયામાં રહેતા ૬૦ હજાર લોકો આ વખતે હજ કરશે.
હજ યાત્રાધામ ૨૦૨૧ વિશે, સાઉદી અરેબીયાએ તાજેતરમાં કહ્યું હતું કે કોરોના વાયરસના રોગચાળાને લીધે, આ વર્ષે ૬૦ હજારથી વધુ લોકોને હજની મંજૂરી આપવામાં આવશે નહીં અને તે બધા સ્થાનિક હશે. સરકાર દ્વારા સંચાલિત સાઉદી પ્રેસ એજન્સીના હજ અને ઉમરાહ મંત્રાલયને ટાંકીને એક નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે.
આ વર્ષે હજ જુલાઈના મધ્યમાં શરૂ થશે, એમ નિવેદનમાં જણાવાયું છે. ૧૮ થી ૬૫ વર્ષની વય જૂથના સ્થાનિક લોકો તેમાં ભાગ લઈ શકે છે. મંત્રાલયે કહ્યું કે હજ યાત્રિકો માટે રસી લેવી ફરજિયાત છે. નિવેદનમાં જણાવાયું છે કે યાત્રાળુઓના સ્વાસ્થ્ય અને સલામતી અને તેમના દેશોની સુરક્ષાને લઈને સાઉદી અરેબીયાએ આ ર્નિણય લીધો છે.