સુતા પહેલાં હાઈબીપીની દવા લેવાથી મૃત્યુના જાેખમમાં ૪૪ ટકાનો ઘટાડો થાય છેઃઅભ્યાસ
હાઈબ્લડ પ્રેશરના દર્દીઓને વહેલા મોતના જાેખમમાં ઘટાો કરવા માટે સુતા પહેલાં તેમની ગોળીઓ લઈ લેવાની વિનંતી કરવામાં આવે છ. એક સ્ટડીમાં એવુ કહેવાયુ છે કે હાઈપર ટેન્શન, હાર્ટ ડીસીઝ, કે સ્ટ્રોકનો શિકાર બનેલા વયસ્કો જાે સુતા પહેલાં તેમની દવાઓ નિયમિત રીતે લેવાનું રાખે તો તેમને હાર્ટ એટેક આવવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.
સ્પેનના વૈજ્ઞાનિકોએ હાઈ બ્લડ પ્રેશરની દવા લેનાર ૧૯૦૦૦ દર્દીઓની ચકાસણી કરી હતી. લગભગ ૯પ૦૦ દર્દીઓને સુવાના ટાઈમ પહેલાં તો બાકીનાને સવારમાં દવાઓનં લેવાનું જણાવાયુ હતુ.
પરિણામોમાં એવં માલુમ પડ્યુ કે જે દર્દીઓએ સુવાના ટાઈમ પહેલાં ગોળીઓ લીધી હતી તેમના હાર્ટએટેકની સંભાવના ૪૪ ટકા, હાર્ટ ડીસીઝના જાેખમમાં ૬૬ ટકનો ઘટાડો માલુમ પડ્યો હતો. સુતા પહેલાં દવાઆ લેવાથી ગાઢ અસર કેવી રીતે પડે છે તે સમજાવવામાં સંશોધકો નિષ્ફળ રહ્યા છે. સ્પેનના સંશોધકોની એવી ચેતવણી છે કે દરરોજ બે મહિલાઓના મોત હાર્ટએેટેકને કારણે થાય છે.
કારણ કે ડોકટરોને એવુું લાગતુ હોય ે કે હાર્ટ એટેક તો ફક્ત પુરૂંષોના જ રોગ છે. આવી માનસિક્તાને કારણે મહિલાઓને જેવી જાેઈએ એવી સારવાર મળતી નથી. પરિણામેે તે મોતને ભેટતી હોય છે. તેમણે કહ્યુ હતુ કે એક જમાનામાં હાર્ટએટેક પુરૂષોનો રોગ ગણાતો હતો તે વાત સાચી, પણ હવે આ રોગના ભરડામાં મહિલાઓ પણ આવી ગઈ છે. બ્રિટીશ હેલ્થ ફાઉન્ડેશનના રીપોર્ટ અનુસાર પુરૂંષોને જ હાર્ટએેટેક થાય છે એવી માનસિકતાને કારણે મહિલાઓનો ભોગ લેવાઈ રહ્યો છે.