ગાંધીનગરમાં આર્મી જવાને પ્રેમિકા માટે પત્નીને છોડી!
પતિનું બીજે લફરું ચાલતું હોઈ તે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની પરિણીતાની પોલીસમાં ફરિયાદ
ગાંધીનગર: કલોલમાં રહેતી પરિણીતાએ તેના જમ્મુ-કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પતિનું બીજે લફડતું ચાલતું હોવાથી તેને માનસિક અને શારીરિક ત્રાસ મળતો હોવાની ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે પરિણીતાએ પોતાની પાસે દહેજ માગણી સાથે મારી નાખવાની ધમકીઓ મળી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. ૨૪ વર્ષની સપના (નામ બદલ્યું છે)ના લગ્ન મૂળ મહેસાણાના અને હાલ સૈજપુરમાં રહેતા
બ્રિજેશસિંહ ભુપતસિંહ ચૌહાણ સાથે માર્ચ ૨૦૧૮માં સમાજના રીત-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય સુધી બધું સાસું ચાલ્યા પછી પતિ અને સાસુ-સસરા દ્વારા નાની-નાની બાબતે ઝઘડા કરવાનું શરુ કર્યું હતું. પતિ દારુ પીને મોડા ઘરે આવતા અને તે પછી ઝઘડો થાય તો તે મારઝુડ કરતા હતા. આ અંગે સપનાએ સાસુ-સસરાને વાત કરી તો તેમણે પણ સમાધાન લાવવાની જગ્યાએ એવું કહ્યું કે, અહીં અમે કહીએ એ પ્રમાણે રહેવું પડશે. જેથી સપના પોતાનો ઘર સંસાર બગડે નહીં અને પતિ સુધરી જશે તેમ વિચારીને ત્રાસ સહન કરતી રહી.
સાસુ-સસરા સપનાને મહેણા મારતા કે અમારા મોભા પ્રમાણે તારા મા-બાપે દહેજમાં કશું આપ્યું નથી, જા તારા મા-બાપ જાેડેથી પાંચ લાખ રુપિયા લઈ આવ તેવું કહીને મેંણાટોણા મારતા હતા. સપનાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના માતા-પિતાએ લગ્ન વખતે સોનાના દાગીના, કિંમતી વાસણો અને ફર્નિચર આપ્યા હોવા છતાં તેની પાસે સતત દહેજની માગણી કરવામાં આવે છે. સપનાને એક તરફ દહેજની માગણીનો ત્રાસ મળતો હતો
તો બીજી તરફ તેના પતિના લગ્નેત્તર સંબંધોના લીધે માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવો પડ્યો છે. સપના જણાવે છે કે, તેના પતિ રાધિકા (નામ બદલ્યું છે) સાથે ફોન પર વાત કરતા હતા, જેની તેને ખબર પડતા પતિને પૂછ્યું તો તેઓ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે ચૂપચાપ તું અહિંયા પડી રહે નહીં તો તને રાખીશ નહીં. પતિ બ્રિજેશસિંહ જમ્મુ-કાશ્મીરમાં સેના છે અને જ્યારે તે પતિને ફોન કરે ત્યારે તેમનો ફોન વ્યસ્ત જ આવતો હતો.