ડો.જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત સેલબા શાળાનુ સ્વામિ સચ્ચિદાનંદજીના હસ્તે લોકાર્પણ

હાસ્ય કલાકારે એક મહિલા પુસ્તકાલય અને એક બાળ પુસ્તકાલય મળીને કુલ સાત મકાનના લોકાર્પણ કર્યા
(તસ્વીર ઃ જીજ્ઞેશ રાવલ, હળવદ) હાસ્યકલાકાર અને લેખક જગદીશ ત્રિવેદીએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક આશ્રમશાળા બનાવી આપી છે.
જેમા કુલ ૧૬૬ જેટલા જરુરીયાતમંદ આદીવાસી બાળકો ત્યા જ રહીને અભ્યાસ કરે છે. ગ્રાઊન્ડ ફ્લોર પર ચાર વર્ગખંડ અને પહેલા માળે હોસ્ટેલનાં બે હોલ મળીને આશરે પાંત્રીસ લાખ રુપિયાનાં ખર્ચે તૈયાર થયેલા આ ભવનનુ ક્રાંતિકારી સંત- પ્રખર વકતા અને લોકપ્રિય લેખક એવા સ્વામિ સચ્ચિદાનંદજીએ ૧૬ જૂન બુધવાર સવારે લોકાર્પણ કર્યુ હતું.
ડો.જગદીશ ત્રિવેદીએ આ અગાઊ તેમના પત્નીના જન્મદિવસે પત્નીના નામની હળવદ પ્રાથમિક શાળાનુ લોકાર્પણ કર્યું હતું અને પુત્ર મૌલિકના જન્મદિવસે પુત્રના નામની સરકારી શાળાનુ લોકાર્પણ કર્યું છે. એમના દ્રારા આ પાંચમી સરકારી શાળાનુ નિર્માણ થયુ છે. તદુપરાંત એક મહિલા પુસ્તકાલય અને એક બાળ પુસ્તકાલય મળીને કુલ સાત મકાનના લોકાર્પણ સાથે એમના વ્યક્તિગત દાનની રકમ બે કરોડને પાર કરી ગઈ છે.*