Western Times News

Gujarati News

નર્મદા નદી પર નવનિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણના મુદ્દે યુથ કોંગ્રેસ અડગ

(પ્રતિનિધિ) ભરૂચ, નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ ને સમાંતર નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ માટે ની ચીમકી આપ્યા બાદ યુથ કોંગ્રેસના પ્રમુખ કાર્યકરો સાથે નિરીક્ષણ માટે બ્રિજ પર પોહચતાં પોલીસ દોડતી થઈ હતી અને યુવા કોંગી કાર્યકરો ને બ્રિજ પર જતાં અટકાવી અટકાયત કરી પોલીસ વાન બેસાડી રવાના થઈ હતી.

યુથ કોંગ્રેસ દ્વારા નવનિર્મિત બ્રિજ નું લોકાર્પણ તેવોએ આપેલ દસ દિવસ માં નહિ કરવામાં આવે તો લોક હિત માં લોકાર્પણ કરવાની વાત પુનઃ દોહરાવી હતી. ભરૂચ ના ગોલ્ડન બ્રિજ ને સમાંતર બનેલ માં નર્મદા મૈયા બ્રિજ ની કામગીરીને ૭૦ માસ પુરા થવા સાથે લોકાર્પણ માટેની તૈયારીઓ કરાઈ રહી છે પણ તંત્ર દ્વારા હજુ દસ ટકા કામગીરી બાકી હોવાનું જણાવી લોકાર્પણ કરવામાં આવી રહ્યું નથી.

તો બીજી બાજુ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાણે કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં બ્રિજ ચાલુ નથી કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરી એક સપ્તાહ પૂર્વે દસ દિવસ માં બ્રિજ નું લોકાર્પણ કરવા અલ્ટીમેટમ આપી તે બાદ તેવો દ્વારા બ્રિજ ને ખુલ્લો મૂકી દેવાની ચીમકી પત્ર પાઠવી આપવામાં આવી હતી.

તે દરમ્યાન ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાણ તેમના કાર્યકરો સમર્થકો અને સાથે બ્રિજ ખાતે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.યુવક કોંગ્રેસ ના કાર્યકરો બ્રિજ પાસે પહોંચતા પોલીસ દોડતી થઇ હતી.તેના પગલે પોલીસ કર્મીઓ અને કાર્યકરો વચ્ચે ચર્ચા જામી હતી અને યુવા કોંગ્રેસ ના કાર્યકરો ને બ્રિજ પર જતાં અટકાવી અટકાયત કરી પોલીસવાન માં બેસાડી રવાના થઈ હતી.

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણે બ્રિજ ની કામગીરી બાબતે તંત્ર દ્વારા પ્રજા ને ગેરમાર્ગે દોરી કોરોના ના કપરા સમય માં પણ તેનો ઉપયોગ ન થાય તેવો અભિગમ અપનાવી ઉચ્ચ નેતાઓ ની ઉદ્‌ઘાટન માટે રાહ જાેવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.