Western Times News

Gujarati News

ડો.જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત સેલબા શાળાનુ સ્વામિ સચ્ચિદાનંદજીના હસ્તે લોકાર્પણ

હાસ્ય કલાકારે એક મહિલા પુસ્તકાલય અને એક બાળ પુસ્તકાલય મળીને કુલ સાત મકાનના લોકાર્પણ કર્યા

(તસ્વીર ઃ જીજ્ઞેશ રાવલ, હળવદ) હાસ્યકલાકાર અને લેખક જગદીશ ત્રિવેદીએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક આશ્રમશાળા બનાવી આપી છે.

જેમા કુલ ૧૬૬ જેટલા જરુરીયાતમંદ આદીવાસી બાળકો ત્યા જ રહીને અભ્યાસ કરે છે. ગ્રાઊન્ડ ફ્લોર પર ચાર વર્ગખંડ અને પહેલા માળે હોસ્ટેલનાં બે હોલ મળીને આશરે પાંત્રીસ લાખ રુપિયાનાં ખર્ચે તૈયાર થયેલા આ ભવનનુ ક્રાંતિકારી સંત- પ્રખર વકતા અને લોકપ્રિય લેખક એવા સ્વામિ સચ્ચિદાનંદજીએ ૧૬ જૂન બુધવાર સવારે લોકાર્પણ કર્યુ હતું.

ડો.જગદીશ ત્રિવેદીએ આ અગાઊ તેમના પત્નીના જન્મદિવસે પત્નીના નામની હળવદ પ્રાથમિક શાળાનુ લોકાર્પણ કર્યું હતું અને  પુત્ર મૌલિકના જન્મદિવસે પુત્રના નામની સરકારી શાળાનુ લોકાર્પણ કર્યું છે. એમના દ્રારા આ પાંચમી સરકારી શાળાનુ નિર્માણ થયુ છે. તદુપરાંત એક મહિલા પુસ્તકાલય અને એક બાળ પુસ્તકાલય મળીને કુલ સાત મકાનના લોકાર્પણ સાથે એમના વ્યક્તિગત દાનની રકમ બે કરોડને પાર કરી ગઈ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.