પંજાબમાં આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારી શરુ કરી
નવીદિલ્હી: પંજાબમાં આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને રાજકિય હલચલ અત્યારથી જ શરુ થઇ છે. ભાજપના ટોચના નેતાઓએ આ સંદર્ભમાં એક બેઠક પણ કરી છે. પાર્ટીના મુખ્યાલયમાં થયેલી આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, પંજાબ ભાજના અધ્યક્ષ અશ્વિની શર્મા, રાજ્યના પ્રભારી દુષ્યંત ગૌતમ, રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ સહિત કેટલાક અન્ય નેતાઓ પણ હાજર હતા. આ બેઠક લગભગ સાડા ત્રણ કલાક લાંબી ચાલી છે.
બેઠક બાદ અશ્વિની શર્માએ કહ્યું કે આ એક નિયમિત બેઠક હતી. જેમાં આવનારા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ છે. ઉલ્લેખનીય વાત એ છે કે કૃષિ કાયદાના કારણે પંજાબમાં ભાજપ માટેના રાજનૈતિક સમીકરણો બદલાઇ ગયા છે. લાંબા સમયથી ભાજપની સહયોગી પાર્ટી રહેલી અકાલી દળે કૃષિ કાયદાના
મુદ્દે ભાજપનો સાથએ છોડી દીધો છે. અકાલી દળે હાલમાં જ માયાવતીની પાર્ટી બસપા સાથે ગઠબંધન કર્યુ છે.
કૃષિ કાયદાનો સૌથી વધારે વિરોધ પંજાબમાં થઇ રહ્યો છે. ખેડૂતો છ મહિના કરતા પમ વધારે સમયથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની નારાજગીના કારણે ભાજપને પંજાબમાં મુશ્કેલી થઇ શકે છએ. ભાજપ પણ આ વાત સારી રીતે જાણે છે, જેના ભાગરુપે અત્યારથઈ આ સમસ્યાનું સામાધાન શોધી રહ્યું છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અકાલી દળ સાથે મળીને ચૂંટણી લડી હતી અને ૨૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાંથી ભાજપને માત્ર ત્રણ સીટો પર જીત મળી હતી