Western Times News

Gujarati News

મહિલા સાથે ગેરવર્તણૂકની ઓડિયા ક્લિપ વાયરલ

જૂનાગઢ: જૂનાગઢ એસટી ડેપોની મહિલા કંડક્ટર સાથે ગરેવર્તણૂક થયાની અને કથિત રીતે ઉપરી અધિકારી દ્વારા શારિરીક સંબંધો કેળવવાની માંગણી કરતી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે. આ કથિત વાયરલ ક્લિપમાં મહિલા કંડક્ટરની સાથે જેતપુર ડેપોના એક ટીઆઈએ મહિલા પાસે આડકતરી રીતે શારિરીક સંબંધોની માંગણી કરી હોય તેવું લાગી રહ્યુ છે. જાેકે, મહિલા કંડક્ટર આ વાતને અસાહજિકતાથી લઈને ‘મને કઈ સમજાતું નથી તમે અધિકારી થઈને શું કહી રહ્યો છો?’

તેવું કહી દેતા સામેની વ્યક્તિએ વાતને વાળવાનો પ્રયાસ કર્યો છે. ખેર આ ઓડિયો ક્લિપ વોટ્‌સએપ વાયરલનો વિષય બની જતા આખરે સમગ્ર એસટી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ ખળભળાટના પગલે વાયરલ ઓડિયો ક્લિપની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેતપુર ડેપોના ટીઆઈને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક તરફ જામનગરની જીજી હૉસ્પિટલમાં મહિલા સ્ટાફ સાથે શારિરીક સંબંધની માંગણીઓનો વિષય ખૂબ ચર્ચામાં આવ્યો છે,

આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે ત્યારે સરકારના જ બીજા વિભાગ એસટીના નામે વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપે ચકચાર જગાવી છે. ઓડિયો ક્લિપમાં મહિલા સાથે વાત કરી રહેલી વ્યક્તિ કહી રહી છે કે બુકિંગ થઈ ગયું. તને કઈ પણ કામ પડે કહેજે આપણે દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનું છે.

તારી પાસે કોઈ જગ્યા હોય તો કેજે, મારી પાસે તો નથી આપણે દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનું છે. તું કઈક ગ્રીન સિગ્નલ આપ તો મને ખબર પડે. જાેકે, આ તમામ ઘટનાક્રમથી ચોંકી ગયેલી મહિલા કહે છે કે સાહેબ તમે અધિકારી થઈને આવી વાત કરો મને કઈ ખબર નથી પડતી. એસટીનું કઈ કામ હશે તો ચોક્કસથી કહીશ પરંતુ મને કઈ સમજ પડતી નથી. આ વાતચીત બાદ સામેની વ્યક્તિ આ ફોનને કાપી નાખે છે.

સોશિયલ મીડિયામાં આ ક્લિપ વાયરલ થતા જૂનાગઢ એસ.ટી. વિભાગ હરકતમાં આવ્યો છે. જૂનાગઢ એસટીના વિભાગીય નિયામક જીઓ શાહે આ ઘટનાની જાણ થતા તપાસના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત અણછાજતી માંગણી કરનાર વ્યક્તિની ઓળખ રામકુભા ગઢવી તરીકે થઈ હતી. આમ જેતપુર ડેપોના આ ટીઆઈને કથિત ક્લિપના આરોપોમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.