અમદાવાદ સિવિલમાં સુપ્રિટેન્ડન્ટની ઓફિસ બહાર મારામારી
અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ગ-૪ના કર્મચારી સાથે મારામારી થઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે. ગુરુવારે વર્ગ-૪ના કર્મચારી સાથે કમિટીના કોઈ સભ્યોની ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ સમયે મામલો એટલો ઉગ્ર થઈ ગયો કે ગાળા-ગાળી અને ઝપાઝપી સુધી મામલો પહોંચી ગયો હતો. જેમાં વર્ગ-૪ના કર્મચારીને ખેંચીને ઝપાઝપી થતી હોય તેવા દ્રશ્ય જાેવા મળે છે. આ બાબતની જાણ પોલીસ સુધી થઈ છે. હાલ આના મૂળ જાણવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
આ વીડિયોમાં જાેઈ શકાય છે કે વર્ગ-૪નો એક કર્મચારી સિવિલના સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ બહાર જાેર જાેરથી બૂમો પાડીને અન્ય કર્મચારી પર પૈસા લેવાના આક્ષેપ કરી રહ્યો છે. જ્યારે કમિટી સભ્ય તેની સાથે ઝપાઝપી કરીને ધક્કા મારી બહાર કાઢવાનો પ્રસાય કરી રહ્યો છે. વીડિયોમાં દેખાતો વર્ગ-૪નો કર્મચારી પોતાની હત્યા થઈ જશે તેવી વાત પણ બોલતા દેખાઈ રહ્યો છે.
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદીએ વાતચીતમાં જણાવ્યું હતું કે. ગઈકાલે વર્ગ -૪ ના કર્મચારીઓની કોઈ બાબતને લઈને ઝઘડો થયો છે જેથી મે ચીફ સિક્યુરિટી અધિકારીને જણાવ્યું હતું પરંતુ તેમનાથી નિરાકરણ ના થતાં પોલીસને જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર આવીને કાર્યવાહી કરું છે. કયા કારણથી ઝઘડો થયો છે તે મને ખબર નથી તે જાણવા પ્રયત્ન કરી રહ્યો છું.