Western Times News

Gujarati News

ટીએમસીમાં સામેલ મુકુલ રોયનુ ધારાસભ્ય પદ રદ કરવા ભાજપની માંગ

કોલકતા: પશ્ચિમ બંગાળમાં ભાજપમાંથી ટીએમસીમાં ઘરવાપસી કરનારા મુકુલ રોયનુ ધારાસભ્ય પદ રદ કરાવવા માટે હવે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે.નંદીગ્રામના ધારાસભઅય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ વિધાનસભામાં આ માટે અરજી આપીને મુકુલ રોયને અયોગ્ય જાહેર કરવા માટે માંગ કરી છે. તાજેતરની ચૂંટણીમાં મુકુલ રોય કૃષ્ણાનગર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. જે રદ કરવા માટે ભાજપે હવે કવાયત શરૂ કરી છે.આ પહેલા સુવેન્દુ અધિકારીએ કહ્યુ હતુ કે, હું વિધાનસભા સ્પીકરને આ માટે અરજી આપવાનો છું.

મુકુલ રોય તાજેતરમાં જ ભાજપમાંથી ટીએમસીમાં સામેલ થયા છે.આ પહેલા તેઓ ૨૦૧૭માં ટીએમસી છોડીને ભાજપમાં જાેડાયા હતા.મુકુલ રોયનુ ધારાસભ્ય પદ રદ કરવા અંગે ટીએમસીનુ કહેવુ છે કે, સુવેન્દુ અધિકારીના પિતા પાર્ટી બદલીને જ્યારે ભાજપમાં ગયા હતા ત્યારે લોકસભાના સભ્ય પદેથી તેમણે રાજીનામુ આપ્યુ હતુ ખરૂ? જાેકે આ મામલે જે પણ કાયદો છે તે પ્રમાણે ર્નિણય લેવાશે પરંતુ સુવેન્દુ અધિકારીને આ મુદ્દે બોલવા માટે અધિકાર નથી.

આ પહેલા મુકુલ રોયે ટીએમસીમાં જાેડાયા બાદ પોતે પણ ગૃહ મંત્રાલયને પોતાની સુરક્ષા પાછી ખેંચી લેવા માટે જણાવ્યુ હતુ. મુકુલ રોયને સીઆરપીએફના જવાનોની સુરક્ષા આપવામાં આવી હતી. આ પહેલા ટીએમસી છોડીને ભાજપમાં મુકુલ રોય જ્યારે સામેલ થયા હતા ત્યારે કેન્દ્ર સરકારે તેમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી હતી. બંગાળ ચૂંટણી પહેલા તેમની સુરક્ષા વધારીને ઝેડ કેટેગરીની કરવામાં આવી હતી.

જાેકે ગયા શુક્રવારે મુકુલ રોયે ભાજપ છોડીને ટીએમસી ફરી જાેઈન કરી લીધી હતી. મુકુલ રોયે જાતે જ કહ્યુ હતુ કે, મારી સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચવામાં આવે. જાેકે મમતા બેનરજીની સરકારે તેમને બંગાળ પોલીસની સુરક્ષા આપી છે. પોલીસના જવાનો હવે તેમની સાથે ૨૪ કલાક રહેશે. એવુ કહેવાય છે કે, ટીએમસીમાં જાેડાયા બાદ હવે મુકુલ રોયને મમતા બેનરજીના મંત્રીમંડળમાં પણ સ્થાન મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.