વાયરસ સામે યુએસ એન્ટી વાયરલ ટેબલેટ વિકસાવશે
નવી દિલ્હી: કોરોના સામેની લડાઈમાં હવે વેક્સિન મુખ્ય હથિયાર તરીકે ઉપયોગમાં આવી રહી છે ત્યારે અમેરિકાએ હવે કોરોના જેવા ખતરનાક વાયરસ સામે એન્ટી વાયરલ ટેબલેટ વિકસાવવા માટે કમર કસી છે. આ માટે માટે અમેરિકા ૨૩૦૦૦ કરોડ રૂપિયાનુ રોકાણ કરશે.
વ્હાઈટ હાઉસના મેડિકલ એડવાઈઝર ડો.એન્થની ફૌસીએ આ જાહેરાત કરતા કહ્યુ હતુ કે, કોરોના વાયરસ જેવા ખતરનાક વાયરસની સામે લડવા માટે આ પ્રકારની દવા ડેવલપ કરવાનુ અભિયાન શરૂ કરાશે.જેનો ઉપયોગ સંક્રમણની અસર સાવ ઓછી કરવા માટે કરાશે. હાલમાં તો આ દવાઓ બનાવવાની કામગીરી પહેલા તબક્કામાં છે પણ એક વખત ક્લિનિકલ
ટ્રાયલ પૂરી થશે તે પછી આ દવા ડિસેમ્બર સુધીમાં દુનિયાની સામે હશે.
તેમણે કહ્યુ હતુ કે, નાણાકીય રોકાણના કારણે તેના રિસર્ચને વધઆરે વેગ મળશે. હાલમાં તો મહામારી સામે લડવા માટે આપણી પાસે હાલમાં તો કેટલાક વિકલ્પો છે પણ સ્પષ્ટ રીતે વેક્સિન જ તેના કેન્દ્ર સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે, અણેરિકાએ ગયા વર્ષે રેકોર્ડ સમયમાં ૧૮ અબજ ડોલરના ખર્ચે કોરોના સામે લડવા માટે પાંચ વેક્સિન તૈયાર કરી હતી. એ પછી અમેરિકા એન્ટી વાયરલ ટેબલેટ બનાવવામાં ધ્યાન આપી રહ્યુ છે. જે કોરોનાને શરૂઆતના તબક્કે જ ખતમ કરી દેશે.
અમેરિકન સરકાર પણ કહી ચુકી છે કે જાે આ દવા બન્યા બાદ તેના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપશે તો સરકાર તેના ૧૫ લાખ ડોઝ પહેલા જ ખરીદવા માટે તૈયાર છે. આ દવા અમેરિકન કંપની મર્ક દ્વારા બનાવાઈ રહી છે. તેની ૧૯૦૦૦ લોકો પર હાલમાં ક્લિનિકલ ટ્રાયલ પણ ચાલી રહી છે.