Western Times News

Gujarati News

નાવી જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા માસિક EMI મારફત સબ્સ્ક્રિપ્શન-આધારિત આરોગ્ય વીમાની રજૂઆત

ઇએમઆઈ દ્વારા પ્રીમિયમ ચૂકવવાના વિકલ્પથી આરોગ્ય વીમો ઘણા વધુ ગ્રાહકો માટે સુલભ બનશે

ગ્રાહકો એક સાથે વાર્ષિક પ્રીમિયમ ભરવાને બદલે માસિક ઇએમઆઈ ચૂકવીને આરોગ્ય વીમો ખરીદી શકશે

નાવી હેલ્થ એપ દ્વારા આરોગ્ય વીમો ખરીદવામાં 2 મિનિટ લાગે છે અને તે 100 ટકા પેપરલેસ અને ડિજિટલ છે
વ્યકિતગત અને પારિવારીક ધોરણે રૂ. બે લાખથી રૂ. એક કરોડ સુધીની રકમનું આરોગ્ય વીમા કવચ લઈ શકાશે
ક્લેમ સેટલમેન્ટ રેશિયોમાં 97.3 ટકા સાથે નાવીનો ઉદ્યોગ અગ્રણી છે

બેંગલુરુ, ડિસેમ્બર 2020માં નાવી આરોગ્ય મોબાઇલ એપ્લિકેશન દ્વારા 100% પેપરલેસ, ડિજિટલ આરોગ્ય વીમા શરૂ કર્યા પછી, નાવી જનરલ ઈન્સ્યોરન્સે ગ્રાહકો માટે એક સાથે વાર્ષિક પ્રિમીયમ ચૂકવવાને બદલે માસિક સબસ્ક્રિપ્શન (ઈએમઆઈ) દ્વારા આરોગ્ય વીમો ખરીદવાનો વિકલ્પ રજૂ કર્યો છે.

નાવી દ્વારા માસિક ઇએમઆઈ ચૂકવીને આરોગ્ય વીમો ખરીદવાનો વિકલ્પ તેને વધુ સસ્તો અને સરળ બનાવશે અને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકશે. નાવી આરોગ્ય વીમા પોલિસી દર મહિને રૂ. 240 જેટલી ઓછી રકમની ઇએમઆઈ દ્વારા ખરીદી શકાશે.

કોઈ પણ એજન્ટ વગર અને સંપૂર્ણ ડિજિટલ તથા પેપરલેસ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો બે મિનિટમાં નાવી આરોગ્ય એપ્લિકેશન દ્વારા આરોગ્ય વીમો ખરીદી શકશે, અને તરત જ તેમને પોલિસી ઈશ્યુ કરાશે. વ્યક્તિગત અને પરિવાર માટે નાવી રૂ. બે લાખથી રૂ.એક કરોડ સુધીનું આરોગ્ય વીમા કવચ પ્રદાન કરે છે.

નાવી દાવાની ખૂબ જ સરળ પ્રક્રિયા પ્રદાન કરે છે, જેમાં કેશલેસ દાવાને 20 મિનિટમાં મંજૂરી આપવામાં આવે છે. કંપની 97.3 ટકાના ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો સાથે ઉદ્યોગ અગ્રણી છે. ભારતમાં તેનું 400 સ્થળોએ 10,000+ કેશલેસ હોસ્પિટલોનું નેટવર્ક છે. ગ્રાહકો ગૂગલ પ્લે સ્ટોર પરથી નાવી હેલ્થ એપ્લિકેશનને https://navi-gi.onelink.me/hwGa/healthinsures પરથી ડાઉનલોડ કરી શકે છે.

નાવી હેલ્થ સર્વસમાવેશક આરોગ્ય વીમો આપે છે જેમાં 20 થી વધુ હેલ્ખ બેનિફિટનો સમાવેશ છે જેમાં દર્દી હોસ્પિટલમાં દાખલ હોય તે ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થવા પહેલાં અને પછીના ખર્ચ, કોવિડ-19ને કારણે હોસ્પિટલાઈઝેશન, ડોમિસીલરી હોસ્પિટલાઈઝેશન, 393 ડે-કેર પ્રોસિજર, રોડએમ્બ્યુલન્સ કવચ, વેક્ટર-જનીન રોગ કવચ અને વૈકલ્પિક ગંભીર માંદગી, પ્રસૂતિ અને નવજાત શિશુના કવચને આવરી લેવાયો છે.

નાવી જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ રામચંદ્ર પંડિતે જણાવ્યા પ્રમાણે, “ભારતમાં આરોગ્ય વીમાનો વ્યાપ અત્યંત ઓછો છે, કેમ કે ઘણા લોકો માને છે કે આરોગ્ય વીમાની ખરીદી જટિલ અને કડાકૂટવાળી હોવાની સાથે મોંઘી પણ છે. તબીબી અને આરોગ્ય સંભાળના સતત વધતા ખર્ચ સાથે, આરોગ્યનો વીમો ખરીદવા માટેનો નાવીનો સબ્સ્ક્રિપ્શન-આધારિત વિકલ્પ, આ મહત્વપૂર્ણ વીમા કવચને વધુ સસ્તું અને વધુ સંખ્યામાં ગ્રાહકોને સુલભ બનાવવામાં મદદ કરશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.