મધ્યપ્રદેશમાં પતિની હત્યા કરી પત્નીએ ખુદ આત્મહત્યા કરી
ધાર: ધાર જીલ્લાના બાગ કસ્બામાં એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી દીધી હતી પતિ પત્નીની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો તેને કારણે ગત રાતે પણ વિવાદ થયો હતો આવામાં પતિ પત્ની બંન્ને એક રૂમમાં બંધ થઇ ગયા અને પત્ની રાધાબાઉએ ધારદાર હથિયારથી પહેલા તો પોતાના પતિ અને શાસકીય શિક્ષક હરે સિંહ ચૌહાણ પર હુમલો કર્યો તેના નાજુક અંગ પણ કાપી નાખ્યા ત્યારબાદ અન્ય ઇજા પણ પહોંચાડી હતી જેનાથી લોહી વહી જતં હરે સિંહનું મોત થયું હતું.
આ ઘટનાને પરિણામ આપ્યા બાદ મહિલાએ સાજીનો ફંદો બનાવી પંખે લટકીને ખુદ પણ આત્મહત્યા કરી લીધી અને તેનું પણ મોત નિપજયું હતું. કહેવાય છે કે શિક્ષકની એક અન્ય પત્ની હતી અને તેને લઇ વિવાદ થતો રહેતો હતો પોલીસ પ્રભારીએ કહ્યું કે બંધ રૂમમાં વિવાદ ચાલ્યો હતો અને બહાર બાળકો બુમો પાડી રહ્યાં હતાં પરંતુ તેમને બાળકોની પણ બુમો સંભળાઇ નહીં અને હત્યા કરી દીધી