Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ગંગાનું જળસ્તર વધ્યું

દહેરાદુ: ઉત્તરાખંડમાં ચોમાસાએ શરૂઆતમાં જ ભયાનક સ્વરૂપ બતાવ્યું છે.ભારે વરસાદને કારણે નદીઓમાં પુર આવ્યા છે ઋષિકેષ અને હરિદ્વારમાં ગંગાનું જળસ્તર વધી ગયું છે. જેને કારણે એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગંગા ગોરી શારદા અલકનંદા મંદાકિની અને નંદાકિની નદી ખતરાની નિશાનીથી ઉપર વહી રહી છે.

ઋષિકેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે ગંગાનું જળ સ્તર ૩૪૦.૩૪ આરએલ મીટર પર પહોંચી ગયું છે ગંગા ખતરાની નિશાનથી ૧૮ સેંટીમીટર નીચે વહી રહી છે લગભગ તમામ ગંગા ઘાટ ડુબી ગયા છે. માયાકુંડ ચંદ્રેશ્વરનગરમાં પણ પાણી ભરાઇ ગયા છે. તપોવનનગર અને મુનિકીરેતીમાં આશ્રમો અને હોટલોને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.રાયવાલાના ગૌહરી માફી પ્રતીતનગર અને શ્યામપુરના ખદરી માફીમાં લોકોને સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવી રહ્યું છે.

રૂઢપ્રયાગ જીલ્લામાં રાતભર વરસાદ થયો જેને કારણે રૈતૌલી બાઇપાસ પર જુનો બૈલી બ્રિજ નદીમાં ડુબી ગયો અનેક માર્ગો પર અવરોધાયા છે. ટિહરી જીલ્લાના તમામ વિસ્તારોમાં રાતભરથી વરસાદ થઇ રહ્યો હતો જાે કે હાલ કોઇ નુકસાનીના સમાચાર નથી અલકનંદાનું જળ સ્તર ખતરાની નિશાનીથી નીચે થઇ ગયું છે. ટનકપુરના સ્નાન ઘાટમાં પાણી ચઢી ગયું છે આસપાસની વસ્તાને ખતરો થઇ ગયો છે. બંગાપાનીની નજીક અનેક વસ્તીઓ ખતરામાં આવી ગઇ છે.

ગૌરી નદીથી મદકોટ જાૈલજીબી માર્ગ,મુનસ્યારી જાૈલજીવી માર્ગ ત્રણ સ્થાનો પર વહી ગયો છે.નૈનીતાલમાં લગભગ ૩૬ કલાક વરસાદ થયો છે જયારે ડીડીહાટમાં ૨૪ કલાક વરસાદ થયો છે. સતત વરસાદને કારણે શિપ્રા અને કોસી નદીમાં પુર આવ્યા છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ અને આકાશીય વિજળી પડવાની સંભાવના વ્યકત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.